By Hindu Volume This Ten Measures Keep You Young And Strong
10 સીધી અને સરળ વાતો જે અપનાવશે, તે હમેશાં રહેશે યુવાન+બળવાન
જીવનમાં સંયમ પણ એક તાકત છે. ફરક માત્ર એટલો જ છે કે આ ભૌતિક રૂપમાં નહી, પરંતુ ભાવરૂપમાં હોય છે. આ શક્તિ મનુષ્યને અંદરથી ખૂબ જ બળવાન બનાવે છે અને કર્મો દ્વારા તે બહાર પણ પ્રગટ થઇને ઘણા સુખ પ્રદાન કરે છે. જોકે, ઘણા અવસર પર તેને નબળાઇ પણ માનવામાં આવે છે, પરંતુ માત્ર ધૈર્ય રાખવાના શ્રેષ્ઠ પરિણામ જ તે વ્યક્તિને યશ, સફળતા, તાકાત અને સન્માનનો હકદાર બનાવે છે.
હિન્દુ ધર્મગ્રંથોમાં જણાવવામાં આવેલાં વ્યવહારિક જીવનમાં સંયમ સાથે જ જોડાયેલા 10 એવા મુખ્ય ઉપાય ઘણા લોકો નથી જાણતા, જેના પર જીવન, યોવન અને બધા જ સુખ આધાર રાખે છે. ખાસ કરીને દરેક યુવાન વ્યક્તિ આ શક્તિઓથી કોઇપણ અસંભવ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. સાથે જ, આ ઉપાયથી જન્મ લેતો ઉત્સાહ અને ઉમંગ વૃદ્ધાવસ્થાને પણ લાંબા સમય સુધી ટાળનાર માનવામાં આવે છે.
આગળ ણો બળવાન બનાવનાર અને ઉમર વધારનાર શાસ્ત્રોના આ 10 ઉપાય....
સંયમનું જ શક્તિશાળી સ્વરૂપ ધર્મ અને આઘ્યાત્મ ક્ષેત્રમાં અષ્ટાંગ માર્ગ સ્વરૂપમાં પણ ઓળખવામાં આવે છે, જેનું પાલન કોઇપણ વ્યક્તિ, ભક્ત અથવા સાધક માટે તમામ સુખ, સફળતા અને મોક્ષ સુનિશ્ચિત કરી દે છે, જેમાં યમ-નિયમનું પણ મોટી કિંમત જણાવવામાં આવી છે. જાણો યમ-નિયમ સાથે જ જોડાયેલ આ 10 અનમોલ ઉપાયો સાથે જોડાયેલ શાસ્ત્રોમાં લખાયેલી વાતો-
यमा: पञ्च त्वहिंसाद्या अहिंसा प्राण्यहिंसनम्।।
सत्यं भूतहितं वाक्यमस्तेयं स्वाग्रहं परम्।
अमैथुनं ब्रह्मचर्यं सर्वत्यागोपरिग्रह।।
આગળ ણો આ શ્લોકનો પૂર્ણ અર્થ અને બળવાન બનાવનાર અને ઉમર વધારનાર શાસ્ત્રોના આ 10 ઉપાય.......
આ શ્લોકનો અર્થ થાય છે કે યમ હેઠળ આ પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ-
અહિંસાઃ- કોઇપણ જીવની હિંસાથી બચવું.
સત્યઃ- સત્યને અપનાવવું. ખાસ કરીને જીવના હિતમાં મન, વચન અને કર્મમાં સત્યતા ઉતારવી.
અસ્તેયઃ- અન્ય વ્યક્તિની સામગ્રી, વસ્તુઓની ચોરી વગેરે પર કબજો અથવા અપહરણ કરતા બચવું.
બ્રહ્મચર્યઃ- ખરાબ વિચાર, કર્મ અને વ્યવહારથી દૂર રહીને મન અને ઇન્દ્રિયો પર સંયમ અને જીવ તત્વ વીર્યની રક્ષા કરવી.
અપરિગ્રહઃ- બધું જ ત્યાહ કરવું એટલે કે મોહ અને આસક્તિ છોડવી.
વિચારઃ- પવિત્રતા, જે મન, વચન એટલે કર્મ દ્વારા અંદર અને બહાર બંન્ને જ સ્વરૂપોમાં જરૂરી છે.
સંતોષઃ- તૃપ્ત થવું. સરળ શબ્દોમાં દરેક સ્થિતિમાં સંતુષ્ટ અને પ્રસન્નતાનો ભાવ રાખવો. કોઇપણ અભાવને પૂર્ણ કરવાની બેચેનીમાં, મળેલા સુખને ક્યારેય છોડવું, ઘણી પ્રકારના ક્લેશને પેદા કરે છે. આ જ કારણ છે કે, સંતોષને જ સૌથી મોટું સુખ કહેવામાં આવે છે.
ઇન્દ્રિય નિગ્રહઃ- બધી જ ઇન્દ્રિયો એટલે કે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, જેમાં આંખ, કાન, જીભ, ત્વચા, નાક, હાથ, પગ અને ગુપ્તાંગ સામેલ હોય છે, તેના પર સંયમ રાખવો જરૂરી છે. સંયમને ભુલીને ઇન્દ્રિય સુખ ઘણા પ્રકારના દોષ અને સંકટનું કારણ બને છે.
સ્વાધ્યાયઃ- મંત્ર જાપ, ધર્મ-જ્ઞાનનો અભ્યાસ અને પાલન કરવું જીવવને સુખ-શાંતિથી ભરી દે છે.
પ્રાણિધાનઃ- દેવ ઉપાસના, પૂજા, અર્ચના વગેરે પ્રાણિધાન સાથે જોડાયેલા હોય છે, જે અનુશાસિત અને પવિત્ર જીવનને જીવવાનો સંકલ્પ કરાવે છે.
આ પ્રકારે આ 10 અનમોલ પ્રાચીન રીત એવી છે, જેને વ્યવહારિક જીવનમાં જો કોઇપણ સાધારણ વ્યક્તિ અપનાવશે, તો તે સ્વસ્થ, ઉર્જાવાન અને બળવાન રહીને જીવનને સફળ અને સાર્થક બનાવી શકે છે.