સાવધાન ભૂલથી પણ આ જગ્યા પર ન મારશો તાળુ, થઈ જશો બરબાદ, મુશ્કેલીઓ ઘેરી લેશે
ઘરની સુરક્ષા માટે તાળુ અને ચાવી બંને જ મહત્વપૂર્ણ હોય છે. તાળા વગરનું કોઇ પણ મકાન, દુકાન અથવા ઘર અધુરૂ હોય છે. તમે ક્યાંય પણ રહો, પરંતુ પોતાની મુલ્યવાન સંપતિની રક્ષા, મહત્વપૂર્ણ દસ્તાવેજ સંપૂર્ણ ઘરની સુરક્ષા માટે તાળાનો ઉપયોગ કરીએ છીએ.
આપણે ઘરમાં હમેશા દિશાઓનું ધ્યાન રાખીને તાળુ મારવું જોઇએ. પૂર્વને સુર્યનું સ્થાન માનવામાં આવે છે અને આ દિશામાં હમેશા તાંબાનું તાળુ જ મારવું જોઇએ. તેનાથી ઘરની સુરક્ષામાં વધારો થાય છે અને ચોરીનો ભય ઓછો થાય છે. જ્યારે, પશ્વિમ દિશાને શનિનું સ્થાન માનવામાં આવે છે, આ દિશામાં હંમેશા લોખંડનું ભારે અને મજબૂત તાળુ મારવું. સાથે જ પશ્વિમ દિશામાં લગાવામાં આવેલ તાળાનો રંગ પણ કાળો હોય, તો ચોરીનો ભય ઓછો થઇ જાય છે. આ દિશામાં ભૂલથી પણ તાંબાનું તાળું મારવું નહીં.
વાસ્તુ પ્રમાણે, ઉત્તરમાં પીતળનું તાળુ લગાવાથી સુરક્ષા વધે છે. જો આ દિશામાં ધાતુનું તાળુ લગાવો છો તો ધ્યાન રાખો કે તાળાનો રંગ ગોલ્ડન હોય. આ દિશામાં મોટા કારખાના તેમજ શોરૂમમાં લગાવેલ તાળા જો પાંચ હોય, તો ચોરી અને નુકસાનની સંભાવના ઓછી થાય છે. દક્ષિણ દિશામાં પાંચ ધાતુના તાળુ લગાવવું તેમજ ભારી તાળુ લગાવાથી સુરક્ષા વધે છે. જો પાંચ ધાતુનું તાળા નથી તો તાળા પર લાલ અથવા ચેરી રંગ ચઢાવી લગાવી શકો છો.
જો ઘર,દુકાન અથવા મકાન ઉત્તર-પૂર્વ મુખ છે, તો પીળા રંગનું તાળુ મારવું જોઇએ. પશ્વિમ-પૂર્વમાં પણ લાલ અથવા ચેરી રંગનું તાળુ મારવું. દક્ષિણ-પશ્વિમ દિશામા રાહુનું સ્થાન હોય છે અને ચોરીનો વધુ ખતરો પણ નથી રહેતો. અહીં હમેશા ભારે અને ભૂરા રંગનું તાળુ જ મારવું.
ઉત્તર- પશ્નિમ દિશામાં લગાવેલ તાળુ ચાંદીના રંગનું હોવાથી સુરક્ષા વધે છે. તે પછી છત પર લગાવેલ તાળુ બ્લુ અથવા વાદળી રંદનું હોય તો બેટર છે. તેની સંખ્યા બેથી વધારે હોવી જોઇએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર અથવા કાર્યાલયમાં દિશાને ધ્યાનમાં રાખીને તાળુ મારવું જોઇએ. આ વાતનું ધ્યાન રાખો કે તાળાથી અવાજ ન આવવો જોઇએ. એટલા માટે સમય-સમયે તેમાં તેલ નાખતા રહવું જોઇએ. દિશાઓના અનુરૂપ લગાવામાં આવેલ તાળાની એક તરફ ઘરની સુરક્ષા વધે છે અને ચોરીનો ભય ઓછો થઇ જાય છે. તેમજ બીજી તરફ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર હોવાની સાથે જ સુખી- સમૃદ્વિ આવે છે.