જાણો શું છે કાલ ચક્ર અને મનુષ્ય જીવન પર તેનું શું છે મહત્વ અને કેવી હોય અસર
સમય બડા બલવાન હે નહીં માનુસ બલવાન કાબે અર્જુન લુટીયો વહીં ધનુષ વહીં બાણ. સમયને ખુબજ બલવાન માનવામાં આવે છે. સમયનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. જેને કાળ ચક્ર કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો કાળનો અર્થ હોય છે નિરંતર ચાલતો સમય. સમયના આ પૈડામાં મનુષ્ય જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે. જે વ્યક્તિ ખરાબ સમય પર વિજય પ્રાપ્ત કરી લે છે તેનું જીવન સફળ થઈ જાય છે. જે વ્યક્તિ પર ખરાબ સમય હાવી થઈ જાય છે તેનું પતન નિશ્ચિત છે.
મનુષ્ય હંમેશા પ્રકૃત્તિ પ્રદત્ત વસ્તુઓને જાણવાનો પ્રયત્ન કરતો રહે છે. જીજ્ઞાસાવશ તેનાથી મનમાં આ પ્રશ્ન ઉઠે છે કે દિવસ અને રાત્રી એટલે શું? સમયની ગણતરી કેવી રીતે થાય છે? ઋતુઓનું પરિવર્તન કેવી રીતે થાય છે? કાળ ગણના એટલે શું? સમય ચક્ર એટલે શું? મનુષ્યે પોતાની સુવિધા અનુસાર તેને અલગ અલગ નામોથી વિભાજીત કર્યુ છે. સનાતન પરંપરા અનુસાર તેને સમજવાનો પ્રયાસ કરીએ.
ભારતીય વિદ્વાનો અનુસાર કાળ ગણના
આપણા પ્રાચીન વિદ્વાનોએ કાળચક્રનું વર્ણન કર્યું છે. વાયુ પુરાણમાં આપવામાં આવેલ વિવરણ અનુસાર બે પરમાણુ મળીને એક અણુનું નિર્માણ કરે છે.
2 પરમાણુથી 1 અણુ
3 અણુથી 1 ત્રસરેણુ
3 ત્રસરેણુથી 1 ત્રુટી
11 ત્રુટીથી 1 વેધ
3 વેધથી એક લવ
3 લવથી એક નિમેષ એટલેકે એક ક્ષણ બને છે. 15 લઘુથી એક નાડીકા , બે નાડીકાથી એક મુહૂર્ત બને છે, 6 નાડીકાથી એક પ્રહર અને આઠ પ્રહરથી એક દિવસ અને એક રાત્રી બને છે.
ઉત્તરાયણ અને દક્ષિણાયન શું હોય છે?
એક મહિનામાં 15-15 દિવસના બે પક્ષ હોય છે જેમાં એક પક્ષ શુક્લ પક્ષ અને એક પક્ષ કૃષ્ણ પક્ષ કહેવાય છે. એક વર્ષમાં બે આયન હોય છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. વૈદિક કાળમાં મહીનાઓના નામ ઋતુઓ પરથી નક્કી કરવામાં આવ્યા. પાછળથી તેમને બદલીને નક્ષત્રોના આધારે રાખવામાં આવ્યા.