પ્રેમ પ્રેમ સૌ ની અલગ એક–એક કહાની,
તને તારી વ્હાલી ને મારી સૌથી બેગાની,
આ પ્રેમે તો કરી બતાવ્યા ઘણા રાજા ને રંક,
છતાં હાલ સુધી ઉતર્યો નથી આ પ્રેમ નામનો રંગ,
એની આંખ, એનું કાજલ,એની અદા ની વાત કરતા એકાદ બન્યો પ્રેમી,
અલક મલક વાત આ પ્રેમની ને બાકી સૌ છે વ્હેમી,
આ પ્રેમ રોગે કેટલાય ને બનાવી દીધા કવિ ને કેટલાય ને બતાવી દીધો એનો રસ્તો,
એ માણસ પણ ગાતો થઈ ગયો જે જીવતો હતો અમસ્તો,
જેને મળ્યો એને કદર નથી અને ન મળનાર બેહાલ,
પ્રેમ એક શરાબ છે સાહેબ તમે દૂર રહેજો હાલ.