થોડી મીઠી થોડી કડવી યાદો દઈને વરસ વીતી જશે
થોડી સાચી થોડી ખોટી વાતો લઈને વરસ વીતી જશે
ક્યાંક અટવાયેલી ક્યાંક ગૂંચવાયેલી પેલી લાગણીઓ
ક્યાંક કોઈમાં ખૂણામાં પડી રેહશેે , ને વરસ વીતી જશે
આમ જ પંપાળતા રેહશું , આમ જ સંવાદ કરતા રેહશુ
આપણે બંને આવા જ રેહશું , ને આ વરસ વીતી જશે
સપનાઓ સળવળતા રેહશે ,ને ભટકતા રેહશે સાદ દેતા
આવતે વરસ સાચા થશે એ આશ માં વરસ વીતી જશે
નવા વરસ ના આગમનની ઉજવણી કરશે ઘણા લોકો
કોણ સમજાવે એમને "ઉપેન" કે એક વરસ વીતી જશે
- " ઉપેન " ૩૧/૧૨/૨૦૧૯