વિશ્વભરમાં દેવી ભગવતીના અલગ-અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં મુખ્ય રૂપે માતા કાળીની આરાધના કરવામાં આવે છે. ઘણાં લોકોનું માનવું છે કે, કોલકત્તામાં માતા કાળી સ્વયં નિવાસ કરે છે અને તેમના જ નામ પર આ સ્થાનનું નામ કોલકત્તા પડ્યું છે. ગ્રંથોમાં આપેલાં વર્ણન મુજબ, કોલકત્તાના પ્રસિદ્ધ મંદિર દક્ષિણેશ્વરથી લઇને બાહુલાપુર (વર્તમાનમાં બેહાલા) સુધીની ભૂમિ તીર-કમાનના આકારની છે.
હુગલી નદીના તટ પર વસેલું આ કાળી મંદિર માતાના 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ જગ્યાએ માતા સતીના જમણાં પગની ચાર આંગળી પડી હતી. દક્ષિણેશ્વર કાળી મંદિરને કાળીનું દિવ્ય ધામ પણ કહેવામાં આવે છે. કળિયુગમાં ભક્તો માટે આ જગ્યા કોઇ સિદ્ધ સ્થાનથી ઓછી નથી. દક્ષિણેશ્વર કાળી મંદિરની ગણના માત્ર બંગાળમાં જ નહીં પરંતુ, સંપૂર્ણ ભારતના મહાનતમ દેવી તીર્થોમાં કરવામાં આવે છે.
એક સમયે અહીં રાસમણિ નામની રાણી હતી. રાણી માતા કાળીની ખૂબ જ મોટી ભક્ત હતી. દર વર્ષે તે દરિયાના રસ્તાથી કાશિના કાળી મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે જતી હતી. એક વાર રાણી પોતાના સંબંધિઓ અને નોકરોની સાથે કાળી મંદિર જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે જ એક રાત્રે તેમને સપનામાં કાળી માતાએ તેમને દર્શન આપ્યાં અને તે સ્થાને માતાનું મંદિર બનાવવા અને તેમાં જ માતા કાળીની સેવા કરવાનો આદેશ આપ્યો. દેવીના આદેશ પર રાણીએ વર્ષ 1847માં અહીં મંદિર સ્થાપિત કરવાની તૈયારી શરૂ કરી, જે વર્ષ 1855 સુધી પૂર્ણ થઇ.
રાણી દ્વારા બનાવવામાં આવેલું દક્ષિણેશ્વર કાળી મંદિર ખૂબ જ ભવ્ય અને વાસ્તુકળાનું સુંદર ઉદાહરણ છે. આ બે માળનું મંદિર છે અને નવ ગુંબજો પર બનેલું છે. આ ગુંબજો પર સ્થિત લગભગ સો ફૂટ ઉંચા મંદિરના ગર્ભગૃહમાં માતા કાળીની સુંદર મૂર્તિ છે, જેને ભવતારિણીના નામથી ઓળખવામાં આવે છે. ભવતારીણી કાળી માતાની મૂર્તિ સૂતેલાં ભગવાન શિવની છાતી પર ઉભેલી છે.
અહીં મેળવી હતી શ્રીરામકૃષ્ણ પરમહંસે સિદ્ધિઃ-
એવું કહેવાય છે કે દક્ષિણેશ્વરી કાળી માતા શ્રીરામકૃષ્ણ પરમહંસની ઇષ્ટદેવી હતાં. આ મંદિરમાં માતા કાળીની આરાધના કરીને તેમણે સિદ્ધિ હાંસલ કરી હતી. મંદિર પરિસરમાં જ પરમહંસદેવનો રૂમ પણ છે, જેમાં તેમના પલંગ વગેરેને સ્મૃતિચિન્હોના સ્વરૂપમાં સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. મંદિરની બહાર તેમની પત્ની શ્રી શારદા દેવી અને રાણી રાસમણિની સમાધી પણ છે. સાથે જ, એક વટવૃક્ષ પણ છે, જેની નીચે બેસીને પરમહંસજી ધ્યાન કરતાં હતાં.
કાલીઘાટ મંદિરઃ-
કોલકત્તામાં કાળી માતાનું એક અન્ય સિદ્ધ મંદિર છે. તેનું નિર્માણ ડોમ નામના એક વ્યક્તિએ કર્યું હતું, લોકોની ચેચક(શીતળામાતાનો રોગ)ની બીમારીનો ઇલાજ કરતો હતો. આ મંદિરમાં રહેલી શિલાલેખ જણાવે છે કે, તેનું નિર્માણ વર્ષ 1498માં કરવામાં આવ્યું હતું.
એવું કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી,18મી સદીમાં એન્ટોની નામના એક વિદેશીએ અહીંના પંચમુખી આસન પર માતા કાળીપ્રમુખ જગ્યાઓ પર આજે પણ ભગવાન શિવની મૂર્તિ છે, જ્યારે માતા કાળીની મૂર્તિ એક કિનારા પર સ્થિત છે. અહીંની કાળી પ્રતિમા કાળા પથ્થરોથી બનેલી છે. જીભ, હાથ અને દાંત સોનાથી મઢવામાં આવેલાં છે.
કાલિઘાટ મંદિરની પાસે જ ભગવાન શિવના બાર મંદિરોની શ્રૃંખલા છે. જેમાં મંદિર, સ્નાન ઘાટ વગેરે સામેલ છે. મંદિરની પાસે જ અહીંની પ્રસિદ્ધ હુગલી નદી છે. અહીંના ગાર્ડન રીચ નામની જગ્યા પર બનેલ કાળી મંદિરની મૂર્તિ લગભગ 800 વર્ષ જુની કહેવામાં આવે છે, જે નદીના પાણીમાં તરતી જોવા મળી આવી હતી. કોલકત્તાના ટાંગરાનું ચાઈનીઝ કાળી મંદિર પણ અહીંના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે.