આજે પણ...
આજે પણ ..
પેલા ઢળતા સૂરજે તારી યાદ આવે છે
જાણે મને કહેતો હોય તારી જેમ " તું જોતો રહે મને હું તો આ ચાલ્યો"
આજે પણ...
રાત ની શીતળતા માં મારી એકલતા વલોવાઈ જાય છે..
જાણે મને કહેતી હોય તારી જેમ " તારા સાથ ની ક્યાં જરૂર છે હવે...શાને તું માંગે સાથ મારો"
આજે પણ...
એ ઘૂઘવાતો દરિયો હૃદય ની ઉર્મિઓ ને ઝંઝોળે છે
જાણે મને કહેતો હોય( ગુસ્સામાં) તારી જેમ " કદર તો નથી તને લાગણી ની ભરતી થી ...હવે ઓટ થી શાને દુઃખી થાય છે??
" બ્રિજ રાજ"