લોકો કહેછે કે નાના બાળકોની અંદર એક ભગવાનનું રુપ હોયછે વાત બિલકુલ સાચી છે કારણકે પહેલા તો તેઓ એક નિર્દોષ જીવ હોયછે તેમના કોમળ ર્હદયમાં કોઇ જ વેર ઝેર હોતું નથી તેમજ તેમને વધું સમજદારી પણ હોતી નથી જે તે જુએ છે તે પ્રમાણે તે જોઇને સાચું બોલેછે
પણ ઘણી વાર સ્ત્રી પુરુષો નાના બાળકો ઉપર થોડીઘણી વેરઝેરની ભાવના પણ ધરાવતા હોયછે તેમને એમ થતું હોયછે કે મારુ બાળક કેટલુ બધુ દુબળુ છે ને સામેવાળા પેલા મંજુબેનનો છોકરો કેટલો બધો જાડો તગડોછે! આમ કયારેક મહોલ્લામાં તો ઠીક પણ કયારેક એક ઘરમાં રહેતી સ્ત્રીઓ પણ એક બીજાના બાળકો ઉપર ઈર્ષા ને વેરઝેરની ભાવના ધરાવતી હોયછે
એટલે દેરાણી ને જેઠાણી...
એક વાત એમ છે કે એક ઘરમાં એક જેઠાણી ને એક દેરાણી રહેતા હતા તેમને બે છોકરા જેઠાણીનો છોકરો જરાક મોટો એટલે સ્વાભાવિક છે કે કોઇને જરાક વધુ પડતો પ્રેમ ના હોય ને જયારે દેરાણીનો છોકરો જરાક નાનો એટલે લોકોને પ્રેમભાવ વધું હોય આ જોઇને જેઠાણીથી રહેવાય નથી રોજ એક સમસ્યા તેના મનમાં રહેતી કે મારા છોકરાને કોઇ બોલાવતું નથી ને કોઇ રમાડતું નથી આથી જેઠાણી રહેવાયું નહિં માટે એક દિવસ દેરાણીના છોકરાને દુનિયાથી દુર કરવાનો પ્લાન જેઠાણીએ બનાવ્યો એક દિવસ એકાન્ત જોઇને દેરાણીના બાળકનું અપહરણ કર્યુ પછી ઘરમાં બધાએ બાળકની શોધાશોધ કરી મુકી કે નાનો પીન્ટુ કયાં ગયો! હમણાં તો આંગણામાં રમતો હતો! આમ ઘણી શોધ કર્યા પછી થાકીને ઘરના મોભીએ પોલીસ સ્ટેશન જઇને બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી
આ બાજુ બાળકની મોટી મા, એટલે કે ઘરની મોટી જેઠાણીએ જ આ બાળકને ઓશિકાથી તેનુ મોં દબાવીને મારી નાખ્યો આ બાજુ પોલીસ તપાસ ચાલુ થઈ ગઈ પણ પોલીસને પહેલો શક ઘરના સભ્યોમાં જ પડયો તેથી દરેકના પોલીસે સખ્તાઇથી બ્યાન લીધા તો જાણવા મળ્યું કે બાળકની મોટી માએ જ આ બાળકને મારી નાખ્યુ છે કારણકે પોલીસના ડરથી જેઠાણીએ સાચે સાચા દાણા મોઢામાંથી વેરી કાઢયા આથી સૈ આ જાણીને તો આઘાત જ પામી ગયા કે આ શું! ઘરની મોટી વહુએ જ આવું પગલું ભર્યુ! પોષ્ટમોર્ટમ રીપોર્ટ પણ એ જ આવ્યો કે બાળકનું મોત કંઇક ચીજ મોં ઉપર ડબાવવાથી જ થયું છે..આ ડિસેમ્બર એકત્રીસ તારીખે આ બાળકનો જન્મ દિવસ આવતો હતો તેથી તેના મમ્મી અને પપ્પાએ તેના માટે નવા કપડાં ને નવા બુટ પણ તેને પહેરવા પહેલેથી લાવ્યા હતા પરંતું તે ચીજો તેના જન્મદિવસ ને બદલે તેના મરણદિવસ ઉપર તેને પહેરવાનો વારો આવ્યો! કેવો વિધીનો લેખ!
પોલીસે...જેઠાણીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરીછે.