રાતભર કડકડતી ઠન્ડીમાં,
વનસ્પતિ પણ ઠુંઠવાતી લાગે.
તાજગી અને સ્ફ્રૂતિનો આનંદ માણવા,
સવારે આળસ મરડીને જાગે.
શિયાળાની પરોઢીએ મનોહરી તસદન,
સમાધિમાં જાગેલી જિંદગી લાગે.
છીપથી ઘડેલા પાંદડામાં જળબિન્દુઓ,
સુરજના તેજસ્વી મોતી લાગે.
ઠંડા વાતા વાયરામાં દેહને,
રવિનો તાપ મધુરો લાગે.
શિયાળાની ઠંડીમાં હેતને સવારે,
કલમ પણ ધ્રુજતી લાગે.
✍️હેત ✍️