History Of Kapalika Community And Their Interesting Lifestyle, Know How They Destructive Powers
મૃત માણસની ખોપડીમાં ખાય-પીવે છે કાપાલિક, આ છે તેમનો રોચક ઈતિહાસ!
જો કોઇ તમને મનુષ્યની ખોપડીમાં ભોજન પીરસે અથવા પાણી પીવડાવે તો શું તમે તેને ગ્રહણ કરી શકશો? તમારી માટે આવું વિચારવું પણ કેટલું દુષ્કર થઇ શકે છે, પરંતુ કાપાલિક સંપ્રદાયના લોકો મનુષ્યની ખોપડીમાં જ ભોજન કરે છે અને પાણી પણ તેમાં જ પીવે છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે કાપાલિક સંપ્રદાયના લોકો શૈવ સંપ્રદાયના અનુયાયી હોય છે કારણ કે આ લોકો માનવની ખોપડીઓ(કપાલ) ના માધ્યમથી ખાય-પીવે છે, એટલા માટે તેમને કાપાલિક કહેવામાં આવે છે.
કાપાલિક સાધનાઓમાં મહાબલી, ભૈરવ, ચાંડાલી, ચામુંડા, શિવ તથા ત્રિપુરાસુંદરી જેવા દેવી-દેવતાઓની સાધના થાય છે. પહેલાંના સમયમાં મંત્ર માત્રથી મુખ્ય કાપાલિક સાથી કાપાલિકોની કામશક્તિને ન્યૂનતા તથા ઉદ્વેગ આપતા હતા. જેનાથી યોગ્ય માપદંડમાં આ સાધના પૂરી થતી હતી. આ પ્રકારે આ અદ્ભુત માર્ગ લુપ્ત થયેલો હોવા છતાં પણ સુરક્ષિત છે. વિભિન્ન તાંત્રિક મઠોમાં આજે પણ ગુપ્ત રીતે કાપાલિક પોતાની તંત્ર સાધના કરે છે.
જાણો કાપાલિકોં વિશેનો ઇતિહાસઃ-
પ્રાચીન સમયમાં કાપાલિક સાધનાને વિલાસ તથા વૈભવનું રૂપ માનવીને અનેક સાધકો તેમાં સામેલ થયા. આ પ્રકારે આ માર્ગને ભોગ માર્ગનું જ એક વિકૃત રૂપ બનાવી દેવામાં આવ્યું. મૂળ અર્થોમાં કાપાલિકની ચક્ર સાધનાને ભોગ વિલાસ તથા કામ પિપાસા શાંત કરવાનું સાધન બનાવી દેવામાં આવ્યું. આ પ્રાકરે આ માર્ગને ધૃણા ભાવથી જોવામાં આવવા લાગ્યું. જે સાચા અર્થમાં કાપાલિક હતા, તેમને અલગ-અલગ થઈને વ્યક્તિગત સાધના શરૂ કરી દીધી.
આદિ શંકરાચાર્યએ કાપાલિક સંપ્રદાયમાં અનૈતિક આચરણનો વિરોધ કર્યો, જેનાથી આ સંપ્રદાયનો એક મોટો ભાગ નેપાળના સરહદી વિસ્તારમાં તથા તિબેટમાં ચાલ્યો ગયો. આ સંપ્રદાય તિબેટમાં લગાતાર ચાલતો રહ્યો, જેનાથી બૌદ્ધ કાપાલિક સાધનાના રૂપમાં આ સંપ્રદાય જીવિત રહી શક્યો.
નિર્માણ અને વિનાશની શક્તિ ધરાવે છે કાપાલિકઃ-
ઇતિહાસકાર એવું માને છે કે આ પંથથી શૈવશાક્ત કૌલ માર્ગનું પ્રચલન થયું. આ સંપ્રદાય સાથે સંબંધિત સાધનાઓ અત્યધિક મહત્વપૂર્ણ રહી છે. કાપાલિક ચક્રમાં મુખ્ય સાધક ભૈરવ તથા સાધિકાને ત્રિપુરસુંદરી કહેવામાં આવે છે, તથા કામશક્તિના વિભિન્ન સાધનાથી તેમાં અસીમ શક્તિઓ આવી જાય છે. ફળની ઈચ્છા માત્રથી પોતાના શારીરિક અવયવો ઉપર નિયંત્રણ રાખવું કે કોઈપણ પ્રકારે નિર્માણ તથા વિનાશ કરવાની બેજોડ શક્તિ આ માર્ગથી પ્રાપ્ત કરી શકાય છે. આ માર્ગમાં કાપાલિક પોતાની ભૈરવી સાધિકાને પત્નીના રૂપમાં પણ સ્વીકાર કરી શકતો હતો. તેના મઠ જીર્ણશીર્ણ અવસ્થામાં ઉત્તરપૂર્ણ રાજ્યોમાં આજે પણ જોવા મળે છે.
યામુન મુનિના આગમ પ્રામાણ્ય, શિવપુરાણ અને આગમપુરામાં વિભિન્ન તાંત્રિક સંપ્રદાયોનો ભેદ બતાવવામાં આવ્યા છે. વાચસ્પતિમિશ્રએ ચાર માહેશ્વર સંપ્રદાયોના નામ લીધા છે. એવું પ્રતીત થાય છે કે શ્રીહર્ણએ નૈષધમાં સમસિદ્ધાંત નામથી જેનો ઉલ્લેખ કર્યો છે, તે કાપાલિક સંપ્રદાય જ છે.