મારા પ્રથમ મિલન ની રાત ખુબ અજીબ હતી.
પુનમના ચંદ્રની શીતલ છાયાનો સહવાસ હતો.
બંન્ને ને એક મેકના પ્રેમની ખબર જ ન હતી.
એ અનોખું મિલન સ્વર્ગ કરતાં મહાન હતું.
અમારા બન્નેની વાતચીત કરવાની ટેવ જુદી હતી.
મારા માટે પ્રેમ એ લાગણીસભર પણ,
એનો પ્રેમ મારા માટે સમર્પણ હતો.
અમારો પ્રેમ નિર્દોષ -નિખાલસ હતો.
પણ એ જમાના માટે કાંટારૂપ હતો.
રીત અને રસમ પણ અમારા નોખા હતા.
પ્રેમ માં ભેદભાવ ને નાતજાત ન હતા.
પ્રથમ સ્પર્શ ને મિલન હજુ યાદ છે.
સમયસરી પડ્યો પણ મીઠ્ઠી વાતો યાદ છે.
કેમ કરી ભુલાય એ... કેમ કરી ભુલાય એ...
✍️ હેત 🌹