ભૈરવ પૂજા કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, જીવનભર રહેશે શનિ દેવ નારાજ
કાલાષ્ટમીની પૂજામાં ખુબજ સાવધાન થઈને કરવી પડે છે. આજે છે કાલાષ્ટમી જેમાં ભગવાન ભૈરવની પૂજા કરવાનું ખાસ મહત્વ રહેલ છે. કાલ ભૈરવને રાત્રિના દેવતાના રૂપમાં માનવામાં આવે છે,. તંત્ર વિદ્યામાં ભૈરવ પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેમના કાળ ભૈરવ સ્વરૂપથી પૂજા કરવાથી ભૂત-પ્રેતની બાધાઓ તાંત્રિક ક્રિયાઓ તેમજ પરેશાનિઓથી મુક્તી મળે છે.
આ દિવસે કાળભૈરવની સાધના કરવાથી જીવનમાં થતી સમસ્યાઓનો અંત આવી જાય છે. તંત્ર ઉપાસનાનું માનવુ છે કે કાલાષ્ટમી પર જીવનની તકલીફોને નીવારી શકાય છે. તમામ ઉલજનોને સરળતાથી નિવારી શકાય છે.
જીવનમાં ખુશીઓનો વરસાદ થાય છે. ઘર-પરિવારમાં ખુશહાલી આવે છે. ફક્ત એટલું જ નહી કાલાષ્ટમીની પૂજા કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે. આજે અમે આપને જણાવીશું કે કાલાષ્ટમી પર શું શું સાવધાની રાખવી જોઈએ
કાલાષ્ટમી કેવી રીતે કરશો કાળ ભૈરવની પૂજા?
1. સાંજના સમયે ભૈરવની પૂજા કરવાનું અનોખુ મહત્વ રહેલું છે. સાથે સાથે મધ્યરાત્રિ પછી કાળ ભૈરવની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
2. ભૈરવ સમક્ષ મોટા પાત્રમાં સરસવના તેલનો દિપક જલાવો.
3.અડદ કે દૂધથી બનાવેલ પકવાનનો ભોગ ધરાવો.
4. તામસી પૂજા માટે ભૈરવને મદિરા અર્પણ કરવામાં આવે છે.
5. પ્રસાદ અર્પણ કર્યા પછી ભૈરવ મંત્રોનો જાપ કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કાલાષ્ટમી પર કાળ ભૈરવની પૂજા કરતા રાખો આટલી સાવધાની
1 કાળ ભૈરવના પૂજનમાં ગૃહસ્થ જીવન જીવતા લોકો તામસી પૂજા કરી શકે નહી.
2 ભૈરવના સૌમ્ય અને બટુક ભૈરવની પૂજા કરવી જોઈએ.
3 કાળ ભૈરવની પૂજા ક્યારેય પણ બીજાના નાશ માટે કરવી જોઈએ નહી.
4 કાળ ભૈરવની પૂજા ગુરૂની હાજરીમાં જ કરવી હીતાવહ છે.