આવી શુભ પ્રભાત ભાણ ઉગ્યાં આકાશને ભાંભરે માત, પંખીડાઓ પુરાવે સુર સંગીતના સાત. પરોઢીયે ઊઠી જાય જગતનો મારો તાત, સ્મરણ કરો એનું ન જોવો દિવસ કે રાત. જાગી ને જટ મારો આળશની પથારીને લાત, કહેવી નથી આપને બહું કંઈ જાજી વાત. આંખના પલક ઉગાડી ને જોવો આંગણે ઊભી પ્રભાત. નર કહે સ્વપ્ને મુકીને હવે તો કરો બે ઘડી વાત. નારાણજી જાડેજા નર