એકવાર મારે મન મંદિર,
પધારો મુરારી,
મન ની આશ પૂરો ગિરધારી.
તમને સોનેરી સોણલે સજાવુ,
મન બનાવું ગોકુળ, તન વૃન્દાવન,
હૃદયે રોપુ તુલસીના વન,
મારી અરજ સુણો બંસીધર.
સ્નેહ હિંડોળે ઝુલાવુ,
કેસર સંગ યમુના ના જળ,
તારી આરતી ઉતારૂ પળોપળ,
તને યાદ ન આવે ગોકુળ ઘર,
તારા એવા સત્કાર કરૂં શામળિયા.
શબ્દો ના સાથિયા પૂરાવુ,
ઊર્મિઓના ઓવારણા કરાવું,
હૈયા ના હાર પહેરાવુ,
મન મોતીઓથી વધાવુ,
"ગીતા"ના સૂર રેલાવુ,
તારા મારગમા મંગળ વાદ્યો વગડાવુ,
મારી આંખો ના ઓજસ પથરાવુ.