પિંજરે પંખી કેદ ઉડવા અસીમિત આભ,
ને ફેલાયેલ પાંખોનો ફફડાટ આજે પણ યથાવત્...
મૃગજળ ના ભરમ શમણાં ઓની તરસ,
ને ઝાંઝવા કેરા વરસ
આજે પણ યથાવત્...
અવકાશે અગણિત તારાઓ ઝાંખું નીતરતું તેજ,
ને એક ચાંદ પર નજર
આજે પણ યથાવત્...
છળતો સમય આ ઓછો થતો શ્વાસ,
ને જિંદગીથી મહોબ્બત આજે પણ યથાવત્...
મંજિલે પહોંચવા અનેકો થતાં પ્રયાસ
ને ખુદમાં શાશ્વત વિશ્વાસ આજે પણ યથાવત્...
દર્શના