Gujarati Quote in Poem by Ashish Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“તમારી રગ રગ માં હું રક્ત થઇ ફરવાને આવી છું,
અને હું આપની આંખો માં જળહળવાને આવી છું.

ગઝલ માનો કે માનો ગીત બધું તમ પર દીધું છોડી,
ફક્ત બે-ચાર દિલની વાત ગણ ગણવા ને આવી છું.

જુવે છે રાહ મારી એક અરજી આપની હા ની,
કહો જો હા તમારા દિલ માં ઘર કરવાને આવી છું.

અને જો ના કહેશો તો અમારે પણ નથી રહેવું,
ભલે લ્યો આવજો ક્યાં હું ય કરગરવાને આવી છું.

અરે! હું છું સિતારો આભ નો બસ આપના માટે,
ઉઠાવી હાથ બસ માંગો દુઆ ખરવાને આવી છું.”

Gujarati Poem by Ashish Panchal : 111313638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now