Parshuram Was A Brahmin Though He Became A Wrrior Know The Reason
આ કારણથી પરશુરામ બન્યા હતાં મહાન યોદ્ધા, કાપ્યું હતું પોતની જ માતાનું માથું
પરશુરામ એક એવા બ્રાહ્મણ હતાં જે ક્ષત્રિયો જેવાં જ વીર અને શક્તિશાળી હતાં. કહેવાય છે કે તેમણે 21 વખત આ પૃથ્વીથી ક્ષત્રિયોને સમાપ્ત કર્યાં હતાં. અહીં અમે જણાવી રહ્યા છીએ એક બ્રાહ્મણ કુળમાં જન્મયા છતાં પરશુરામ એક મહાન યોદ્ધા કઈ રીતે બન્યાં.
ગાધિ નામનો એક રાજા હતો જેની એક પુત્રી હતી જેનું નામ સત્યવતી હતું. સત્યવતીના લગ્ન ઋચિક નામના ઋષિ સાથે થયા હતાં. એક વખત સત્યવતીએ ઋતીક મુનિને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી, ત્યારે જ સત્યવતીની માતાએ પણ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. ત્યારે ઋચીક મુનીએ બે જુદાં-જુદાં વાસણમાં ભોજન તૈયાર કર્યું અને સ્નાન કરવા જતાં રહ્યા. તે સમય સત્યવતીની માતા પણ ત્યાં હતી, તેમણે તે ભોજન ખાઈ લીધું.
ઋષિને જ્યારે આ વિશે ખબર પડી તો તેમણે સત્યવતીને કહ્યુ આ સારું નથી થયું, હવે તમારો પુત્ર બ્રાહ્મણ વિરોધી અને ક્રૂર કર્મ કરનાર બનશે અને તમારી માતાનો પુત્ર સ્વભાવથી બ્રાહ્મણ જેવો હશે. સત્યવતી ગભરાઈ ગઈ તેમણે ઋષિને પ્રાર્થના કરી કે કોઈ ઉપાય કરો, ત્યારે ઋષિએ કહ્યુ કે તમારો પુત્ર નહીં તો તમારો પૌત્ર જરૂર ક્રૂર કર્મ કરનાર નીકળશે.
સત્યવતીને ત્યાં જમદગ્નિએ જન્મ લીધો, તેમના લગ્ન એક ઋષિની પુત્રી રેણુકા સાથે થયા. રેણુકાથી પરશુરામનો જન્મ થયો.
એક વખત રાજા સહસ્ત્રબાહુ અર્જુન શિકાર કરતાં કરતાં જમદગ્નિના આશ્રમમાં પહોંચી ગયા, મુનિ જમદગ્નિએ તેમનો આદર સત્કાર કર્યું. જમદગ્નિને ત્યાં કામધેનુ ગાય હતી, તે ગાયના ગોરસના ભંડારથી જમદગ્નિ વૈભવી રીતે બધાં અતિથીનું સ્વાગત સત્કાર કરતાં હતાં. સહસ્ત્રબાહુએ પૂછ્યા વિના જ કામધેનુ ગાય બળપૂર્વક ખોલીને પોતાના રાજમહેલમાં લઈ ગયો. પરશુરામ આશ્રમ પાછા આવ્યાં ત્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સહસ્ત્રબાહુની વિશાળ સેનાનો સંહાર કર્યો અને સહસ્ત્રબાહુનું માથું પોતાના કુહાડાથી (પરશુ) સહસ્ત્રબાહુનો વધ કર્યો. જમદાગ્નિ ઋષિને જ્યારે પરશુરામના આ કાર્ય વિશે ખબર પડી ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું.
તેમણે પરશુરામને પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે તીર્થયાત્રા ઉપર મોકલી આપ્યા. એક વર્ષ સુધી પરશુરામે સમસ્ત તીર્થોની યાત્રા કરી ત્યારબાદ તે પાછાં આશ્રમ પહોંચ્યા.
એક દિવસ પરશુરામની માતા રેણુકા પાણી લેવા ગઈ, ત્યાં ચિત્રરથ પ્રત્યે તેમના મનમાં પ્રેમ ઉત્પન્ન થયો. તે જ્યારે પાણી લઈને આશ્રમ પાછા આવ્યાં ત્યારે જમદગ્નિ મુનિએ પોતાની શક્તિથી તેમની માનસિક સ્થિતિ વિશે જાણી લીધું. જમદાગ્નિ મુનિએ પરશુરામને કહ્યુ કે પોતાની માતાનું વધ કરી દો.
પરશુરામે પિતાની આજ્ઞા માનીને પોતાની માતાનું વધ કર્યું. પરશુરામે જમદગ્નિ મુનિની આજ્ઞાનું પાલન કર્યું તેનાથી ખુશ થઈને મુનિએ કહ્યુ કે તને કયુ વર જોઇએ છે. પરશુરામે કહ્યુ મારી માતાને ફરીથી જીવીત કરી દો અને એવું વર આપો કે તેમને યાદ ન રહે કે મેં તેમનું વધ કર્યું હતું. ઋષિ જમદગ્નિએ પરશુરામની ઈચ્છા પૂરી કરી.
એક વખત જમદગ્નિ સમાધિમાં લીન હતાં ત્યારે સહસ્ત્રબાહુ અર્જુનના પુત્રોએ જમદગ્નિનો વધ કર્યો. ત્યારે પરશુરામની માતા રેણુકાએ 21 વખત છાતી પીટીને પરશુરામને બોલાવ્યા હતાં, આ જ કારણથી ભગવાન પરશુરામે 21 વખત પૃથ્વી પરથી સમસ્ત ક્ષત્રિયોનો નાશ કર્યો હતો.
પરશુરામ વિષ્ણુના આવેશાવતાર હતાં. ભગવાન પરશુરામ શસ્ત્ર વિદ્યાના શ્રેષ્ઠ જાણકાર હતાં, તે પૃથ્વી ઉપર અષ્ટ ચિરંજીવીઓ પૈકી એક છે, કહેવાય છે કે કળિયુગના અંતમાં તે કલ્કિ અવતારના ગુરુ બનશે અને તેમને યુદ્ધની શિક્ષા આપશે.