Learn The Secrets Of The Moon With The Ocean Tides And Human
એક પ્રેમી તરીકે ચંદ્રમા તમને આકર્ષે છે જાણો, આવાં અનેક રહસ્યો
આકાશમાં સ્થિત બધા નવ ગ્રહોમાં આકર્ષણ શક્તિ છે. આ આકર્ષણ શકિત ચંદ્રમા માં પણ જોઇ શકાય છે. જેનાં આધારે જ ચંદ્ર પૃથ્વીની ચારે બાજુ ચક્કર લગાવે છે. ચંદ્ર પોતાની આકર્ષણ ક્ષમતાનાં આધારે જ પૃથ્વીની ચીજોને આકર્ષિત કરે છે. ચંદ્ર અને પાણી બંને સૌમ્ય હોવાનાં કારણે પણ એકબીજા સાથે જોડાયેલા રહે છે. આ જ કારણ છે કે ચંદ્રમા સમુદ્રનાં પાણીને પોતાની તરફ આકર્ષે છે અને ખેંચે છે, પરંતુ પૃથ્વીની ચીજોને પોતાની તરફ આકર્ષિત કરવાની શકિત ચંદ્રમા પાસે અનેકગણી છે. આ માટે જ સમુદ્રનાં પાણીને પૃથ્વી પોતાની ધરી પર ખમે છે. પૂર્ણિમા તિથીએ ચંદ્રમાનું બળ અનેક ગણુ વધી જાય છે. આ જ કારણથી સમુદ્ર પાણીને પોતાની તરફ આકર્ષે છે. જેનાં કારણથી સમુદ્રની લહેરો ઝડપથી ઉપર તરફ ઉઠે છે અને સમુદ્રમાં ભરતી અને ઓટનું નિર્માણ કરે છે.
સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી લહરો ક્યારેક-ક્યારેક એટલી વિશાળ અને શકિતશાળી થઇ જાય છે કે સામાન્ય જનજીવનને પણ પોતાની ઝપેટમાં લઇ લે છે. સમુદ્રની સીમાનું ઉલ્લંઘન કરીને દોડતી આ લહેરો ધરતી પર પોતાનો પ્રભાવ છોડવા લાગે છે. આવી જ ઉત્પન્ન થતી લહેરોએ 26 ડિસેમ્બર 2004માં ભારતમાં પોતાનો પગપેસારો કર્યો. સમુદ્રની સીમાને તોડીને આ લહેરોએ જંગલો, રસ્તાઓની સીમાને પાર કરીને લોકોનાં ઘરોમાં પણ પ્રવેશ કરી લીધો હતો.
સુનામીવાળા દિવસે પણ ચંદ્રનું બળ હતુ અધિક..
કેમ પૂર્ણિમાનાં દિવસે કોઇ જોડે ચર્ચા ન કરવી જોઇએ ?
સુનામીનાં દિવસે પણ ચંદ્રમાનું બળ હતુ અનેકગણુ પ્રભાવશાળી
ભારતમાં સુનામીએ 26 ડિસેમ્બર 2004નાં દિવસે પોતાનો પગપેસારો કર્યો. તે દિવસે પૂર્ણિમા તિથિ હોવાને કારણે ચંદ્રમાં પૂર્ણ કળાએ ખીલી ઉઠયો હતો. ચંદ્રનું આકર્ષણ બળ પણ તે દિવસો સામાન્ય દિવસોની સરખામણીએ અનેકગણું વધારે હતુ.
પૃથ્વીનું દક્ષિણાયન રહેવાથી ચંદ્રમાંનું બળ અનેકગણું પ્રભાવશાળી હતું. સમુદ્રની લહેરોની થપાટ દિવાલોને આંબીને અથડાતા ચંદ્રમાંની અનેકગણી શકિતનો પ્રભાવ જોવા મળતો હતો.
સિસમોગ્રાફ પર વિશ્વની સૌથી ખતરનાક ત્રીજા નંબરની સુનામીનું તોફાન હતુ. ઇતિહાસમાં નોંધાયેલ સૌથી ઘાતક કુદરતી આપત્તિ છે જેનાં કારણે દુનિયાનાં ચૌદ દેશોમાં લગભગ 2,30,000 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા. સમુદ્રનાં આ તોફાનનાં મોજા 100 ફુટ ઉંચાઇ સુધી ઉછળ્યા હતા.
પૂર્ણિમાનાં દિવસે કેમ કોઇની સાથે ચર્ચા ન કરવી જોઇએ?
પૂર્ણિમાનાં ચંદ્રમાનાં વધવાથી જ્યાં બ્રહ્માંડમાં ભરતી-ઓટ જેવી ખગોળીય ઘટના ખુબ ઝડપથી થાય છે. ત્યાં જ વાતાવરણમાં ઉછળકૂદ કરનારા સમુદ્રનાં મોજા તે દિવસે મનુષ્યનાં વ્યવહારને પણ ઉગ્ર કરી શકે છે. મનુષ્યનાં મનમાં કેટલાંક પ્રકારની ઉથલ-પાથલ પણ ચાલતી રહે છે. ચંદ્રમા મનનો સ્વામી હોય છે. ચંદ્રનું બળ પૂર્ણિમાનાં દિવસે વધી જાય છે આ જ કારણથી મનની ઉથલ-પાથલ વધી શકે છે. જો વ્યકિત કોઇ તણાવમાં છે તો તે દિવસે વ્યકિતનાં તણાવમાં પણ વધારો થઇ શકે છે.