આ મંદિરમાં હનુમાનજી બિરાજે છે સ્ત્રી સ્વરૂપે, વિશ્વમાં નથી ક્યાંય આવું બીજું મંદિર
સામાન્ય રીતે હનુમાનજીની પ્રતિમાને સ્ત્રીઓ અડતી નથી. તેમને દૂરથી જ નમસ્કાર કરે છે. ભગવાન હનુમાનજી બાળ બ્રહ્મચારી કહેવાય છે અને તે મહિલાઓથી દૂર રહે છે, એવી માન્યતા આપણે ત્યાં પ્રવર્તે છે. જો કે આ માન્યતાથી વિપરિત ભારતમાં હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં તે સ્ત્રી તરીકે બિરાજે છે. આવું મંદિર વિશ્વમાં બીજે ક્યાંય નથી.
મધ્યપ્રદેશના ઓરછા નજીક આવેલા રતનપુર ગામમાં હનુમાનજીનું સ્વરૂપ મહિલાઓ જેવું છે. તેમણે નાકમાં નથ પહેરેલી જોવા મળે છે. જાણો શું આ વિશેની કથા…
આ મંદિર બિલાસપુરના રાજા પૃથ્વીદેવજુએ બંધાવ્યું હતું. લોકકથા પ્રમાણે બિલાસપુરના રાજાને કોઢ હતો. એટલે ન તો તે કોઈને અડી શક્તા હતા. કે ન તો પોતાની વાસનાની તૃપ્તિ કરી શકતા હતા. જો કે આ રાજા હનુમાનજીના પરમ ભક્ત હતાં. કોઢથી પરેશાન રાજાને હંમેશા સુંદર મહિલાઓના સ્વપ્ન આવતા હતા. પરંતુ જીવનમાં ન તો તે લગ્ન કરી શકતા હતા. કે ન તો મહિલાઓને અડી શકતતા હતા. એક દિવસ સપનામાં તેને એક મહિલા દેખાઈ. આ મહિલા દેખાવમાં તો સ્ત્રી જેવી જ હતી, પરંતુ તેનું સ્વરૂપ ભગવાન હનુમાનજી જેવું હતું.આ મહિલાએ પોતાનું મંદિર બનાવવા રાજા પૃથ્વીદેવજુને આદેશ આપ્યો. સાથે જ આ સ્વપ્ન મહિલાએ મંદિરની પાછળ તળાવ બાંધવાની પણ વાત કરી. અને સ્વપ્નમાં રાજાએ કહ્યું કે આ તળાવમાં નહાતા જ તેનો રોગ દૂર થઈ જશે. રાજાએ સપનામાં જોયેલી સ્ત્રી જેવી જ પ્રતિમા બનાવવા આદેશ આપ્યો. સાથે જ એક મંદિર અને તળાવનું નિર્માણ પણ કરાવ્યું. અને વિધિ-વિધાનથી હનુમાનજીની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરાવી. એ દિવસથી આ મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા થાય છે. આ મંદિરની ખાસિયત છે કે અહીં ભગવાન હનુમાનજીની પ્રતિમાનો શ્રૃંગાર મહિલાઓ જેવો જ કરવામાં આવે છે. તેમને મહિલાઓ જેમ જ ઘરેણાં ચડાવવામાં આવે છે. એટલે સુધી કે હનુમાનજીની પ્રતિમાને નથણી પણ પહેરાવાઈ છે.
હનુમાનજીના આ અનોખા મંદિરની પાસે જ બીજું એક અનોખું મંદિર છે. આ મંદિર પરમપૂજ્ય ભગવાન રામનું છે. આ મંદિર પણ ખાસ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરમાં રામની ભગવાન તરીકે નહીં પરંતુ રાજા તરીકે પૂજા થાય છે. અહીં પરંપરા છે કે રામ મંદિરના દ્વાર ખુલતા જ સૈન્યના જવાનો તેમને સલામી આપે છે. આ મંદિર એક સમયે બુંદેલખંડની રાજધાની ઓરછામાં હતું. ગાઢ જંગલો અને કુદરતી સોંદર્ય વચ્ચે આવેલું આ મંદિર બેતવા નદીના કિનારા પર સ્થિત છે.