મંગળવારે ભૂલથી પણ ન કરતા આ કામ, બેસશે મંગળની મહાદશા
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારને મંગળ ગ્રહને શાંત કરવાનો વાર ગણવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી મંગળ દોષથી બચી શકાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય કે પછી મંગળની મહાદશાનો સમય ચાલતો હોય તો તેના અશુભ પ્રભાવથી બચવા માટે કેટલીક તકેદારી રાખવી જોઈએ.
આપણાં રોજીંદા વપરાશની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની ખરીદી મંગળવારે કરવામાં આવે તો અશુભ પ્રભાવ વ્યક્તિ પર પડે છે. જેમકે મંગળવારે સૌંદર્ય પ્રસાધનની ખરીદી કરવામાં આવે તો દંપતિ વચ્ચે ઝઘડા વધી શકે છે. આવી સામગ્રી શુક્રવારે ખરીદવાથી સૌભાગ્યવૃદ્ધિ થાય છે. આ રીતે અન્ય કેટલાક એવા કામ છે જેને મંગળવારે ન કરવા હિતાવહ હોય છે. કયા કયા છે આ કામ જાણી લો અને સુધારી લો ભુલ.
દૂધને બાળી અને બનતી મીઠાઈ મંગળવારે ન બનાવવી.
કાળા રંગના વસ્ત્ર ખરીદવા પણ નહીં અને પહેરવા પણ નહીં.
નેલ કટર, કાતર, છરી જેવી વસ્તુઓ અને સ્ટીલની વસ્તુ પણ ન ખરીદવી.
ઘરમાં હવન ન કરાવવો કે ન તો તેની સામગ્રી મંગળવારે ખરીદવી.
મંગળવારે કરો આ ઉપાય
રાતોરાત ભાગ્ય ચમકાવવું હોય તો મોતીચૂરના લાડૂ હનુમાનજી માટે ખરીદવા તેના પર લવિંગ લગાવી અને પોતાના માથા પરથી સાત વખત ઉતારી અને હનુમાનજીને આ લાડૂ ધરાવવા, તેમની સમક્ષ આસન પર આંખ બંધ કરીને બેસવું, થોડીવાર પછી આંખ ખોલવી અને ભગવાન સામે રાખેલા લાડૂને તોડી નાંખવો અને ગાયને ખવડાવી દેવો. આ ઉપાય કર્યા પછી મીઠાઈનું દાન કરી દેવું.