Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
આ મંદિરમાં બજરંગબલી આજે પણ બોલે છે રામ રામ…, મુર્તિ ખાય છે પ્રસાદ
જેમ શ્રીરામ તેમના કર્તવ્યો માટે જાણીતા છે, શ્રી કૃષ્ણ તેમની લીલા, શિવજી તેમના ભોળપણ માટે, એજ રીતે પવનપુત્ર હનુમાન તેમના ચમત્કાર અને શક્તિઓ માટે જાણીતા છે. શાસ્ત્રોમાં તેમના દ્વારા કરવામાં આવેલા વર્ણન અનુસાર હિન્દુ ધર્મમાં ભગવાન શિવ શંકર બાદ માત્ર હનુમાનજીલ એક એવા દેવ છે જે આજે પણ ધરતી પર જીવિત છે. આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવીશુ જે આ વાતનું પ્રમાણ છે કે હનુમાનજી આજે પણ આ ધરતી પર જીવિત છે.
આમ તો દુનિયાભરમાં હનુમાનજીના કેટલાક એવા મંદિર છે જે તેમના કોઇને કોઇ ચમત્કારને લઇને દેશભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ અમે તમને જે મંદિર અંગે જણાવવા જઇ રહ્યા છીએ તેનો ચમત્કાર અન્ય મંદિર કરતા ખૂબ અલગ છે. આ મંદિરમાં કઇક એવું થાય છે જે અંગે કોઇ વિચારી પણ નહી શકે. અમે વાત કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશના ઇટાવાથી 12 કિલોમીટરથી પિલુઆ મહાવીર મંદિર છે. આટલું દરેક લોકો જાણે છે કે પવનપુત્ર હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત હતા અને તેમનું નામ જપ્યા કરતા. પરંતુ શુ તમે જાણો છો કે આ વાતનું પ્રમાણ તમને આજે પણ જોવા મળી શકે છે.
આજકાલ લોકો કેટલીક વાતો પર વિશ્વાસ કરતા નથી જ્યાં સુધી તે પોતાની આંખથી જોઇ ના લે અને કાનથી સાંભળી ના લે. પરંતુ ઇટાવાથી 12 કિલોમીટરથી પિલુઆ મહાવીર મંદિર છે. આ મંદિરની આસપાસના જિલ્લા સહિત દૂર દૂરથી ભક્તોની ભીડ ભેગી થાય છે. માન્યતા છે કે અંહી દર્શન કરવા આવેલા ભક્તોની મહાવીર મોટામાં મોટા રોગને દૂર કરે છે.
લોકોની માન્યતા અનુસાર અહીં મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ પ્રસાદ ખાય છે. તે સિવાય અંહી મુર્તિના મુખથી સતત રામ નામની ધ્વની સંભળાય છે અને સાથે જ મૂર્તિનો શ્વાસ ચાલવાનો પણ આભાસ થાય છે. જણાવી દઇએ કે મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ દક્ષિણ તરફ મોં કરીને બેઠા છે. કહેવાય છે કે મૂર્તિના મોંમાં જેટલા લાડુ અને દૂધ ચઢાવવામાં આવે છે તે ગાયબ થઇ જાય છે. આ અંગે આજ સુધી કોઇ કઇ માલૂમ કરી શક્યું નથી.
તમને જણાવી દઇએ કે આશરે 300 વર્ષ પહેલા આ ક્ષેત્પર પ્રતાપનેરના રાજા ચંદ્ર પ્રતાપ સિંહ ચૌહાણની અધિન હતું. તેમને શ્રી હનુંમાને તેમની પ્રતિમાં હોવાનું સ્વપ્ન આપ્યું હતું. તે હેઠળ રાજા હુક્મ ચંદ્ર આ સ્થાન પર આવ્યા અને પ્રતિમાને ઉભી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઉઠાવી શક્યા નહીં. તે બાદ તેમણે આ સ્થાન પર જ વિધિ વિધાન કરી મંદિરની સ્થાપના કરાવીને તેનું નિર્માણ કરાવી દીધું