હથેળીમાં કોઈ આડી રેખા સૂર્ય રેખાનો રસ્તો રોકે તો તે કઈ દ્રષ્ટીએ અશુભ છે?
સૂર્ય રેખા સાથે જોડાયેલી વાતો અમે અહીં જણાવી રહ્યા છીએ. કેવી સ્થિતિમાં સૂર્ય રેખા જાતક માટે મુશ્કેલી સર્જે છે.
હથેળીમાં સૂર્ય રેખાનો અંત કોઈ આડી નાની રેખા પાસે જઈ થતો હોય તો તે જાતકના જીવનમાં અંતિમ સમયમાં મોટી બાધાઓ ઉત્પન કરે છે. આ સમયે ભાગ્યરેખાના લક્ષણ કેવા છે તેને પણ જોવામાં આવે છે. જો એ પણ ખરાબ ચાલતા હોય તો જીવનમાં મોટી નુકસાની થવાની સંભાવના છે.
આ સ્થિતિમાં જો જીવન રેખા પણ દોષયુક્ત હોય તો મોટી બીમારી દર્શાવે છે આ અવસ્થામાં જો મસ્તક રેખા પર સ્ટારનું નિશાન હોય તો માનસિક શક્તિઓના અભાવે સફળતા મળતી નથી.
જો મસ્તક રેખા પરથી નિકળતી કોઈ રેખા સૂર્ય રેખાનો રસ્તો રોકે તો તે દર્શાવે છે કે ખોટા નિર્ણયના કારણે નુકશાન થવાની સંભાવના છે. ઉદાહરણ તરીકે વ્યક્તિ કોઈ વ્યવસાયમાં લાભ થશે એવી આશાએ પૈસા લગાવે છે, પરતુ તેને નુકશાન થાય છે.
સૂર્ય રેખાના અંતમાં સ્ટાર હોય તો તેને અશુભ માનવમાં આવે છે. વ્યક્તિ જે જગ્યાએ પહોંચવા માંગે છે તે જગ્યાએ પહોંચી શકતી નથી.
સૂર્ય રેખા અંતમાં બે શાખામાં વહેંચાય જાય તો તે એ દર્શાવે છેકે જાતકમાં ઘણી વિશેષ યોગ્યતા છે તેમજ ઘણા કામ એકસાથે કરવાથી તેને કોઈ એક કામમાં પૂર્ણ સફળતા મળતી નથી.