ગુરૂ પર્વત પર હોય ઊભી રેખાઓ તો, વ્યક્તિ બની શકે છે બહુ સારો મેનેજર
જે લોકોની હથેળીમાં ગુરૂ પર્વત ઊંચો હોય અને સુંદર દેખાતો હોય, એ લોકો પોતાના કાર્યક્ષેત્રમાં શિખર સુધી પહોંચી શકે છે. આવા લોકોની નેતૃત્વ ક્ષમતા બહુ સારી હોય છે. ગુરૂ પર્વત ઈંડેક્સ ફિંગર (તર્જની)ની નીચે હોય છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર, આ પર્વતથી વ્યક્તિની મહત્વાકાંક્ષા, નેતૃત્વ ક્ષમતા અને ભાગ્ય સંબંધી બાબતો જાણવા મળે છે. ઉજ્જૈનની હસ્તરેખા વિશેષક ડૉ. વિનિતા નાગરના જણાવી રહ્યાં છે ગુરૂ પર્વત સાથે જોડાયેલી મહત્વની વાતો.
1. જો ગુરૂ પર્વત પર ઊભી રેખાઓ હોય તો, તે શુભ ફળ આપે છે. આ રેખાઓના કારણે વ્યક્તિ સારો મેનેજર બની શકે છે.
2. જો ગુરૂ પર્વત પર આડી રેખાઓ હોય કે રેખાઓની જાળ દેખાતી હોય તો, તે અશુભ ફળ આપે છે. તેનાથી ગુરૂ પર્વતનાં શુભ ફળ ઘટી જાય છે.
3. જો કોઇ વ્યક્તિની હથેળી મોટી હોય, ભરાવદાર હોય અને ગુલાબી રંગની દેખાતી હોય તો વ્યક્તિ ઉર્જાવાન હોઇ શકે છે.
4. જો હથેળીનો રંગ સફેદ કે પીળો દેખાતો હોય તો ઉર્જાની અછત અને અશક્તિ દર્શાવે છે.
5. ગુરૂ પર્વત પર તારાનું નિશાન હોય કે રેખાઓથી ત્રિકોણ કે ત્રિશૂળનું ચિન્હ બનતું હોય તો વ્યક્તિ બહુ સારો બૉસ બની શકે છે.
6. ગુરૂ પર્વત પર જોઇ જાળી કે ધબ્બો હોય તો વ્યક્તિની નેતૃત્વ ક્ષમતા નબળી હોય છે.
7. જે લોકોની હથેળીમાં ગુરૂ પર્વત ઊંચો હોય અને તેના પર ઊભી રેખાઓ હોય, તેમને ધાર્મિક કાર્યોમાં રૂચિ વધારે હોય છે.
8. જો ગુરૂ પર્વત વધારે ઊંચો હોય તો આ લોકોને ધર્મમાં ખૂબજ વધારે આસ્થા હોય છે.
9. વધારે પડતો ઊંચો ગુરૂ પર્વત શુભ ફળ નથી આપતો. તેના પ્રભાવથી વ્યક્તિ અહંકરી બની જાય છે અને બીજાંને વધારે મહત્વ નથી આપતો.
10. સામાન્ય સ્થિતિ સુધીનો ઊંચો ગુરૂ પર્વત વ્યક્તિને સંવેદનશીલ અને વિનમ્ર બનાવે છે. આવા લોકો બીજાંના સુખ માટે પણ કામ કરી લે છે.