ચુંદડીએ કે પાઘડીએ હોય મંગળતો કરો આ ઉપાય
જીવનના દરેક ક્ષેત્રમાં મંગળનો પ્રભાવ પડતો હોય છે. શરીરમાં લોહીથી લઈને બાહરી જીવનમાં સાહસ, શૌર્ય, નિડરતા અને કાર્ય- વ્યવસાય તથા દાંપત્ય જીવન પર પણ મંગળ ભારે અસર કરતો હોય છે. મંગળ ઠીક હોય તો વ્યક્તિના કાર્યોમાં વિક્ષેપ નથી આવતો, શત્રુ એને પરેશાન નથી કરતા, દાંપત્ય જીવનમાં મધુરતા બની રહે અને તે વ્યક્તિ આર્થિક રૂપથી સંપન્ન હોય છે. મંગળ ખરાબ થવા પર વ્યક્તિના જીવનમાં અચાનક મોટા સંકટ આવવા લાગે છે. તે વ્યાજમાં ડૂબી જાય છે અને સતત આર્થિક નુકસાનીમા ઘેરાય છે.
આપણે ત્યાં શાસ્ત્રોમાં લગ્ન પહેલા ખાસ કુંડળીઓ મેળવવામાં આવે છે. છોકરીની કુંડળીમાં મંગળ હોય તો તેને ચુંદડીએ મંગળ કહેવામાં આવે છે એજ રીતે છોકરાને મંગળ દોષ હોય તો તેને પાઘડીએ મંગળ કહેવામાં આવે છે.
મંગળ હોય નબળો જન્મકુંડળીના પ્રથમ ભાવમાં મંગળ હોય તો વ્યક્તિને લોહી સંબંધી રોગો પરેશાન કરતા રહે છે, અને વ્યક્તિ ખોટી સંગતમાં પડી રહે છે. આ સ્થાનના મંગળને મજબૂત બનાવવા માટે ઘરની ઉત્તર બાજુની દિવાલ પર સૂર્ય અને ચંદ્રની તસવીરો લગાવો.
કુંડળીના દ્વિતીય ભાવમાં બેઠેલા કમજોર મંગળને મજબૂત કરવા માટે કોઈ નદીમાં મસૂરની દાળ વહાવો. પોતાના ભાઈ અને મિત્રોની સાથે સારો સંબંધ બનાવી રાખો અને શક્ય હોય તો તમારા ઘરમાં હરણાનું ચાંબડું રાખો. ત્રીજા ભાવમાં કમજોર મંગળને મજબૂત કરવા માટે ઘરમાં હાથી દાંતથી બનેલી કોઈ વસ્તુ જરૂર રાખો.
વધુ પડતા સફેદ કપડા પહેરવાં. તમારા ડાબા હાથની આંગળીમાં ચાંદીની અંગૂઠી ધારણ કરો. ચોથા ભાવમાં મંગળને મજબૂત કરવા માટે ચાર કિલો ચોખાને દૂધથી ધોઈ ગંગા કે એવી કોઈ પવિત્ર નદીમાં વહાવો. આનાથી મંગળ તુરંત મજબૂત થશે. ત્રણ ધાતુ સોનું, ચાંદી અને તાંબાથી બનેલી અંગૂઠી કે કડાં પહેરવાં. કન્યાઓનું પૂજન કરો પાંચમાં સ્થાનમાં જો મંગળ કમજોર હોય તો તેને બળ આપવા માટે રોજ રાત્રે તમારા માથાની બાજુમાં પાણી ભરીને રાખો અને સવારે છોડને તે રેડી દો. આવા વ્યક્તિઓએ પોતાના ઘરમાં લીંબડાનું ઝાડ લગાવવું જોઈએ.
છઠ્ઠા સ્થાનમાં મંગળ કમજોર હોય તો તેને મજબૂત બનાવવા માટે કન્યાઓનું પૂજન કરી સમયે-સમયે એમને સૌદર્યની વસ્તુઓ ભેટ આપો. ચાંદી અને ચોખાનું દાન કરવાથી મંગળની ખરાબ અસર દૂર થાય છે. સાતમાં સ્થાનમાં મંગળ નબળો હોય તો દાંપત્ય જીવન પ્રભાવિત થાય છે. જેને મજબૂત કરવા માટે વ્યક્તિ પોતાના ખિસ્સામાં હંમેશા ચાંદી રાખવી. બહેન, સાળી, કાકી, માસીને મીઠાઈ ભેંટમાં આપવી. પરંતુ ધ્યાન રાખવું કે મહિલાઓને વસ્ત્રો ક્યારેય ભેટમાં ન આપવાં.
કરો આ ખાસ ઉપાય
નવમા સ્થાનમાં મંગળ કમજોર બેઠો હોય તો વ્યક્તિએ હંમેશા પોતાના ખિસ્સામાં લાલ રૂમાલ રાખવો. દર મંગળવારે હનુમાન મંદિરમાં દર્શન કરવા. પોતાના ભાઈ અને ભાભીનું સમ્માન કરવું. દશમા સ્થાનમાં મંગળને મજબૂત કરવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરી સુંદરકાંડનો પાઠ કરવો. આ દિવસે મીઠી વસ્તુ જરૂર ખાવી. ધ્યાન રાખવું કે તમારા હાથથી ગરમ દૂધ જમીન પર ન પડે.
અગિયારમાં સ્થાન પર મંગળ કમજોર બેઠો હોય તો તેને મજબૂત કરવા માટે નિયમિત હનુમાનજીની પૂજા કરો. કાળા અને સફેદ કુતરાની સેવા કરો. માટીના વાસણમાં મધ અને સિંદૂર લગાવી ઘરમાં સુરક્ષિત સ્થાને રાખી દો. બારમાં સ્થાનમાં મંગળ નબળો બેઠો હોય તો તેને બળ પ્રદાન કરવા માટે તમારા ઘરમાં ક્યારેય તલવાર કે એવું કોઈ ધારદાર હથિયાર ન રાખવું. મંગળવારે હનુમાન મંદિરમાં જઈને બદામના પ્રસાદનું વિતરણ કરો.
આમ ઉપરોક્ત ઉપાયથી તમને સારૂ પરિણામ મળશે. તમારી કુંડળીનો દોષ દૂર થશે. તમને મનગમતી પ્રતિષ્ઠા મળશે.