લાગણી છલકાય જેની વાત માં,
એક-બે જણ હોય એવા,લાખમાં
બંધ ઘરમાં ના જવું એ સૂચના,
જાવ તો આવે કશું ના હાથમાં.
છે વિરોધાભાષ થી ભરપૂર,પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.
ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી,જે કાનમાં.
હૈયું ખોલે ને શરત એવી કરે,
તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.