સવાર
વાહ ખીલી છે
ખુશનુમા *સવાર*
ન તો કુદરતે કર્યો
શણગાર...
છતા રૂપાળી છે
ખુશનુમા *સવાર*
ન તો ફૂલોએ કર્યા
લાલી ને લિપ્સ્ટીક...
છતા ચારે તરફ
ખુશનુમા *સવાર*
ન તો માનવે કર્યા
કશાયના આડંબર...
છતા ઠંડી ઠંડી
ખુશનુમા *સવાર*
ન તો તાપનું દુખ
માણવી ગમે જિંદગી..!
વાહ ખીલી છે
ખુશનુમા *સવાર*
જયશ્રી પટેલ
૧૯/૧૨/૧૯