બગીચામાં નીરવ શાંતિ વચ્ચે સ્થિત,
એક ફુલ મસ્ત હવા સંગ લહેરાય રહ્યુ.
લાગતું હતું જાણે એ કયા ગુન ગુનાવી,
કોઈ ગીત ગાય રહ્યુ.
ત્યા એક પતંગિયું ઉડતું હતું,
ઉડતું ઉડતું પતંગિયું ફુલ પર આવી રહ્યુ.
થોડું હસી ને ફુલ પર બેઠું ને, ફુલ ની ઇજાજત લેતું હોય
એમ જાણે પુછી રહ્યુ.
ફુલ જાણે ઇજાજત આપી હોય,
એમ પતંગિયા સામે ઝુકી રહ્યુ.
પહેલાં આમતેમ ઉડયુ,
ને પછી પ્રેમથી ફૂલનું રસ પીતું રહ્યુ..
હુ બેઠી બેઠી આ કુદરતી નઝારો,
આંખો સામે સાક્ષી બની નિહાળી રહ્યુ.