અસ્તિત્વને ઓળખી તારા,
ફેલાવી પાંખોને આજે,
શમણાંના ગગને વિહારી,
ખુદ પર તું વિશ્વાસ કરી લે જે...
વ્યક્તિત્વ નિખરીને આવશે,
ખુદથી પ્રેમ કરી લે આજે,
અંતર મનનો સાદ સુણીને,
ખુદ પર તું વિશ્વાસ કરી લે જે...
ખુદની સાથે જંગ હોય તો,
જંગ જીતી અંતર મન સાથે,
દ્રઢ નિશ્ચયથી શમણાંઓ સાથે
ખુદ પર તું વિશ્વાસ કરી લે જે...
કોઈ તારો સાથ આપે નહીં,
અહીં તું તારી સંગે રહેજે,
ખુદથી મોટું કોઈ નથી આજે,
એ રહસ્ય તું સમજી લે જે...
બસ, ખુદ પર તું વિશ્વાસ કરી લે જે...
દર્શના