ક્યાં છે કૂંચી? ક્યાં છે તાળા?
અંદર ભાળ્યા કેવળ જાળા !
સઘળા આભાસી અજવાળા !
કલંક કરતા પણ છે કાળા !
માણસ કરતો કેવા ચાળા,
સતની ખોલી બેઠો શાળા !
મીર અને ગાલિબ તું વાંચે,
હું વાંચું છું સંજુ વાળા !
ફેરવતા જગ થાકે અંતે,
ફરી ફરી ના થાકે માળા !
પાંખોનો હક્કદાર મુસાફિર-
ચાલ્યા રાખે છે પગપાળા !
મોહ ત્યજી દઈને કાંઠાનો,
સ્વીકારી લીધા કુંડાળા !
~ હિરેન ગઢવી @ Hiren Gadhvi