શું તમારે ધનવાન થવું છે? તો કરો આ ખાસ ઉપાય, ભાગ્યોદય થતા કોઈ નહી રોકી શકે
કોણ એવો વ્યક્તિ હશે કે જેની ઇચ્છા ના હોય કે એની પાસે ધન હોય. આજના સમયમા લોકો ધન પ્રાપ્તિ કરવા માટે મહેનત તો કરે છે પરંતુ એમની મહેનતના પ્રમાણે એમને ધન નથી મળતું, આવામાં ઘણીવાર લોકો ઘણા અલગ-અલગ પ્રકારના ઉપાય કરે છે જેથી કરીને ધન પ્રાપ્તિનો રસ્તો એમના માટે સરળ થઈ જાય અને એમની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય.
એમ જોવા જઈએ તો ધનપ્રાપ્તિના અનેક ઉપાય હોય છે અને તમને બતાવી દઈએ કે આ ઉપાયોમાં કેટલાક ઉપાય એવા પણ હોય છે જે ઘણા મુશ્કેલ હોય છે પરંતુ કેટલાક ઉપાય સરળ પણ છે. જેને કરવાથી ધન પ્રાપ્તિનો રસ્તો સરળ થઈ જાય છે. ખાસ વાત તો એ છે કે આજે અમે તમને ધન પ્રાપ્તિના અચૂક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે એક છોડના પાંદડાથી જોડાયેલા છે અને શાસ્ત્રોના પ્રમાણે આ ઘણો જ સિદ્ધ ઉપાય પણ બતાવવા માં આવેલ છે.
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય
વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ તુલસીના છોડના પાંદડાંના શાસ્ત્રીય ઉપાયની, જે ધન પ્રાપ્તિના અચૂક ઉપાય માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આજે અમે તમને ધન અને સફળતા પ્રાપ્તિ માટે તુલસી સંબંધિત કેટલાક અચૂક શાસ્ત્રીય ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
કહેવાય છે કે આ ઉપાય તુલસીના પાંદડાથી કરવો જોઈએ અને તુલસીના પાંદડાથી કરવામાં આવેલો આ ઉપાય જે પણ વ્યક્તિ કરી લે છે એની ઉપર ધનની દેવી માં લક્ષ્મી અને ધનકુબેરની વિશેષ કૃપા રહે છે અને આના પછી એ વ્યક્તિની તમામ સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે અને સાથે જ એમના ઘરમાં આ દેવી-દેવતાની કૃપાથી ધનની વર્ષા પણ થાય છે.
તુલસીના પાંદડાથી જોડાયેલા આ ઉપાયને કરવા માટે સૌથી પહેલા તમારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને તુલસીજીના કુલ 11 પાંદડા તોડી લેવાના છે, આ સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાંદડાને તોડતા પહેલા માતા લક્ષ્મીની ક્ષમા અવશ્ય માંગી લો. એ પણ ધ્યાન રાખો કે આ પાંદડા ક્યાંયથી પણ ખંડિત ન હોય એટલે કે કપાયેલા ફાટેલા ન હોવા જોઈએ. આ બધા 11 પાંદડાને સાફ પાણીથી ધોઈ લો એમના નાના નાના ટુકડા કરી લો અને પછી આ ટુકડાને ઘરના એ વાસણમાં નાખી દો જ્યાં તમે લોટ મૂકો છો.
તુલસી દલવાળા આ લોટનો ઉપયોગ જ્યારે તમે પોતાના ઘરમાં જમવાનું બનાવવા માટે કરો છો તો તમે પોતે જ જોશો કે તમારા ઘરની સ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે ભૂલથી પણ આ ઉપાય રવિવારના દિવસે કે પછી એકાદશીના દિવસે ન કરો કારણકે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે માતા તુલસીના પાંદડાને તોડવું ઘણુ અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી તમારો આ ઉપાય નકામો થઈ જશે. સાથે જ એની ખરાબ અસર પણ પડી શકે છે. ધન પ્રાપ્તિના અચૂક ઉપાયને પોતાના જીવનમાં અપનાવીને તમે ધનવાન બની શકો છો.