મંગળવારે કરેલા આ નાના ઉપાયથી બજરંગ બલી થશે પ્રસન્ન, ખોલી દેશે ભાગ્યના દરવાજા
જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવ્યા છે જેને મંગળવારે કરવાથી ભાગ્ય બદલી જાય છે. જીવનના કોઈપણ સંકટ હોય તો તેનું નિવારણ થઈ જાય છે. તો ચાલો જાણીએ કયા કયા છે મંગળવાર માટેના ઉપાયો.
- હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે સાંજે કેવડાનું અત્તર તેમજ ગુલાબના ફૂલની માળા તેમને ચઢાવો.
- મંગળવારનું વ્રત કરી સાંજે પૂજા કરી બૂંદીનો પ્રસાદ વહેંચવો. આ ઉપાયથી ધનની સમસ્યા દૂર થાય છે.
- આ દિવસે હનુમાનજીના ચરણોમાં ફટકરી રાખો. જેમને ખરાબ સપના આવતા હોય તેમના ઓશિકા નીચે આ ફટકડી રાખવાથી ખરાબ સપના આવશે નહીં.
- મંગળવારએ હનુમાન મંદિરમાં જઈ તેમના મસ્તકનું સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઈ અને સીતાજીના ચરણોમાં લગાવો. ત્યારબાદ મનની ઈચ્છા પૂરી થાય તે માટે પ્રાર્થના કરો.
- મંગળવારે સાંજે હનુમાન મંદિરમાં એક સરસવના તેલનો અને એક શુદ્ધ ઘીનો દીવો કરો. ત્યારબાદ ત્યાં બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી હનુમાનજી પ્રસન્ન થશે.
- મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઈ રામરક્ષાસ્ત્રોત પાઠ કરો. તેનાથી દરેક કામ સુધરે છે.
- મંગળવાર કે શનિવારના રોજ હનુમાન પ્રતિમા સામે બેસી રામ નામનો જાપ કરો.
આ ઉપરાંત મંગળવારે ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખવું. આ દિવસે આ ખાસ ઉપાય પણ કરી શકાય જેના માટે વડના ઝાડનું એક પાન લઈ સાફ પાણીથી તેને ધોઈ અને ભગવાન સામે રાખો. તેના પર કેસરથી શ્રીરામ લખો અને પોતાના પર્સમાં રાખો. ધનની ખામી ક્યારેય સર્જાશે નહીં.