ભાગ્ય રેખામાંથી નિકળીને કોઈ રેખા આંગળીઓ તરફ જાય તો તે સારું કે ખરાબ?
સમુદ્રશાસ્ત્રમાં ભાગ્ય રેખાને લઈને અનેક વાતો કહેવામાં આવી છે તેમાંથી મહત્વની છ વાતની અહીં વાત કરીશું.
-ભાગ્ય રેખામાંથી નાની નાની રેખાઓ નિકળીને આંગળીઓ તરફ જાય તો તેને શુભ માનવમાં આવે છે. આવા જાતકને ધારેલા દરેક કામમાં સફળતા મળશે. પરંતુ જો ભાગ્ય રેખામાંથી નાની નાની નિકળતી રેખાઓ હથેળીમાં નીચે તરફ આવતી હોય તો તે જાતકને મુશ્કેલી અને નિરાશાનો સામનો કરવો પડી શકે છે
-ભાગ્ય રેખા વાંકીચૂંકી હોય તે એ દર્શાવે છે વ્યક્તિ પોતાનો બિઝનેસ કે નોકરી સતત બદલતો રહેશે. તેની આર્થિક સ્થિતિમાં પણ ઉતાર-ચઢાવ આવતો રહેશે. જીવનમાં મુશ્કેલી આવશે. જે જે જગ્યાએ આ ભાગ્ય રેખા ઘાટી હશે તે સમય સારો રહેશે બાકીનો સમય ધનની દ્રષ્ટિએ સારો રહેશે નહીં.
-ભાગ્ય રેખા શરૂઆતમાં સ્પષ્ટ અને ઘાટી હોય પરંતુ ઉપર જતાં અટકી જાય તો તે વ્યક્તિના જીવનમાં 65 વર્ષની ઉંમર પછી ધનની કમાણીની દ્રષ્ટિએ મુશ્કેલીઓ આવશે. ધનોપાર્જનની દ્રષ્ટિએ આ જાતક દ્વારા કરવામાં આવેલા પ્રયોસોમાં સફળતા મળશે નહીં.
-જો નાની નાની અન્ય રેખાઓ ભાગ્ય રેખાને ક્રોસ કરતી હોય તો તે ભાગ્યમાં અવરોધનું લક્ષણ દર્શાવે છે.
-જો ભાગ્ય રેખા ઉપર દ્વિપનું નિશાન હોય તો તે એ દર્શાવે છે કે સ્વાસ્થ્યના કારણે ભાગ્યમાં અવરોધ આવશે.
-હથેળીમાં ભાગ્ય રેખા અનેક વાર તૂટેલી હોય તો તે મુશ્કેલીભર્યા જીવનને દર્શાવે છે. ધંધા અને નોકરીને લઈને પણ સતત ચિંતા રહે છે.