જોયું...
ના હું ડરું છું, બિંદાસ ફરું છું!
એક ભૂત જોયું, કહોને કે શહેરનું તૂત જોયું.
આમ તો રોજ જોઉં છું, દોદધામ શહેરની...
આ જ રફ્તારમાં ઘડાઇ ગયો છું, ઘનો ખરો!
બસ થોડી જ દિલની શાંતી ઝંખુ છું.
અહીં ભૂત જોયું, કહોને કે શહેરનું તૂત જોયું...
અથડાતું, પછડાતું, કચડાતું,
એક શહેર જોયું..
થોડુક ધોયું, થોડુક ખોયું,
આમ છતાં એ જ રફતાર
બિન્દાસ લોકો-
સાથે બિન્દાસ ફરું છું!
થોડોક ડરું છું,
કેમ કે એક ભૂત જોયું, એક શહેરનું તૂત જોયું.
- હિતેશ ડાભી 'મશહૂર'