દિવાનગી
અંતરે સાદ સંભોરીયા થઈ શી દિવાનગી,
ફુલ્યુ ફાલ્યુ મન કૂંપળ ફૂટી થઈ દિવાનગી,
ભટકતુ મન પલડવા લાગ્યુ થઈ દિવાનગી,
આછો અણસાર કોરી છબીની દિવાનગી,
પર્ણે ઢોળી જાણે લિલોતરી,થઈ દિવાનગી,
પરખવુ કેમ હવે મન જ્યા ઢોળ્યુ'દિવાનગી,
રૂ જેવા ગલગોટા ને પંપાળી'થઈ દિવાનગી,
ડગ ભરી મારગે જ્યા ત્યાં તારી દિવાનગી,
વિજ મન પરવટ છજે બિછાવી દિવાનગી,
જો હું આદત પડાવુ ને મથુ તારી દિવાનગી,
#વિજુ_