એ આવે અહીં..
ભલે હોય અમીર એની અમીરી એને મુબારક,
પણ જે પડીને પાછું ખુબ દોડ્યું હોય એ આવે અહીં.
ભલે સૂતું હોય રોજ અહીં કોઈ ફૂલની સેજ પર,
પણ જો વિણતા ફુલ ચુભ્યા હોય કાંટા એ આવે અહીં.
ભલે રસ્તો ગાઢ જંગલ થૈ પસાર થતો હોય છતાં,
પણ જે અંધારામાં આશા લૈ ચાલ્યું હોય એ આવે અહીં.
ભલે હિમાલય ચડતા મુશ્કેલી આવે હજાર,
પણ જે મનથી હિમ્મત ન હાર્યુ હોય એ આવે અહીં.
ભલે ખડખડાટ હસ્યુ હોય કોઈ બિન્દાસ અહીં,
પણ જે એકાંતમાં બેસીને રડ્યૂ હોય એ આવે અહીં.
- હિતેશ ડાભી 'મશહૂર'