એક સિંહ જાણતા અજાણતા માનવવસ્તી વાળા શહેરમાં ચાલ્યો આવ્યો,
માણસ નો ગુસ્સો,લાકડી, ગન કે શસ્ત્રોનું રૂપ ધરી તેની સામે મારવા ધસી આવ્યો,
પુછે માનવ જૂથ હે સારંગ તું અમારા આશિયાના માં શીદને ચડી આવ્યો?
ગજકેસરી મનમાં કરે વિચાર, મારો ના મને!! હું ના નુકસાન કરવા આવ્યો,
ઘર મારું ઘોર અરણ્ય, હું ત્યાંનો નૃપ, કરો વિચાર હું શીદ ને શહેર ભણી આવ્યો?
શહેર પહેલા અહિંયા જંગલ જ હતું હું તો મારા આવાસે જ ચડી આવ્યો,
વિકાસ તારો માનવ અમારા ઘર ભરખી ગયો તોય તને ના સંતોષ આવ્યો,
આટ આટલું તું જાણે છતાં મને પુછે સવાલ કે તું શીદ ને અહિંયા ચડી આવ્યો?
જંગલ બચશે તો જગત બચશે