આજે બદલું કે કાલે બદલું?
તું જ કહે જિંદગી હું તને ક્યારે બદલું?
જોઉં સારા સમય ની રાહ ને બદલું?
કે ખરાબ સમય જાય ત્યારે બદલું?
જોઉં ગ્રહોને બરાબર ગોઠવાતાં ને બદલું?
કે કોઈ પૂર્વગ્રહ ગોઠવાઈ જાય ત્યારે બદલું?
કોઈ નવું આવે એ ત્યારે બદલું?
કે જુનાં બધા તરછોડી જાય ત્યારે બદલું?
કોઈ સહારો તૂટે ત્યારે બદલું?
કે સહારા જાતે ઊભા થઈ જાય ત્યારે બદલું?
કોઈ આવકારો મળે ત્યારે બદલું?
કે જાકારા મળતાં થઈ જાય ત્યારે બદલું?
કોઈ અવનવી તક મળે તો બદલું?
કે હું પોતે તક થઈ જાઉં ત્યારે બદલું?
કોઈ સારો પ્રસંગ થાય ત્યારે બદલું?
કે 'સાથ' ખુદ પ્રસંગ થઈ જાય ત્યારે બદલું?
આજે બદલું કે કાલે બદલું?
તું જ કહે જિંદગી
હું તને ક્યારે બદલું?