ગોકુળથી શ્યામ ચાલ્યા મથુરા ભણી
અમારા હૈયા રહયાં ચણચણી
ભલે હોઠ ઉપર બેઠા
લાજ તણા ડુંગરા
પણ નયનેથી નીર તો વહાવવા દ્યો
સશરીર તો નહિ આવી શકાય
પણ આતમાને તો આવવા દ્યો
વિરહનું.દુઃખ કાંઇ મોતથી કમ નથી
પણ જીવન લૂંટાવવા.તો દ્યો
ચિત્તના ચોર પાસે હોય શું માંગવું?
પણ કાળજડું માંગવા તો દ્યો.
કયારેક પાછો ફરીશ ગોકુળમાં
બસ એટલું તો સાંભળવા દ્યો