Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીંત્યુએ ચોડેલા કંકુના થાપામાં
ઉભરાતી શૈશવની યાદ,
એકેય ડગલુ ન આગળ ચલાય
હવે કોને જઇ કરવી ફરિયાદ....

આગળ અનાગતનાં મીઠા છે શમણા
ને પાછળ છે સ્મરણો અતીતના,
બન્ને બાજુથી હું ખેંચાતી જાઉ
મને ખેંચે છે દોર હેત-પ્રીતના,

આજે સંભળાય મને એવા કંઇ સુર
જયાં મંદ લાગે ઢોલકના નાદ.... ભીંત્યુએ ચોડેલા.....

અલ્લડતા આવીને આંગણીએ ઉભી
ત્યાં બારણાઓ કીધા છે બંધ,
એવી રીતે જ મારે સ્મરણોથી તોડીને
શમણાએ જોડવો સંબંધ,

મને સૌભાગ્ય આંગણીએ બોલાવે કોઇ
દઇ સેંથાનો સિંદુરિયો સાદ...... ભીંત્યુએ ચોડેલા......

~ વૃજલાલ રૂપાણી 'વિસ્મિત'

Gujarati Poem by Rinku Panchal : 111303266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now