એક થઈ જઈએ..
ચાલ ને આજે કંઈક અલગ કરીએ,
કયા સુધી રહીશુ આમ જ,
ચાલને, આમ બે કરતા એક જ થઈ જઈએ.
તુ આવ શરબત ના રંગ બની,
હું બનું મીઠી ચાસણી,
ને બંને ભળી એકમેકમાં અમૃત બની જઈએ.
ચાલને, આજે એક થઈ જઈએ.
તુ આવ કોમળ ફૂલ બની,
હું બનું મનમોહક સુગંધ,
ને બંને ભળી એકમેકમાં સુંદર પુષ્પ બની જઈએ.
ચાલને, આજે એક થઈ જઈએ.
હું બની જવ રાતનું અંધારુ,
તું આવજે બની સુંદર ખીલેલ ચાંદ,
ને બંને ભળી એકમેકમાં શીતળ રાત બની જઈએ.
ચાલને, આજે એક થઈ જઈએ.
તું બની જા મારું જીવન,
અને હું બનું તારું જીવન,
ને બંને ભળી એકમેકમાં આપણું જીવન બનાવી દઈએ.
ચાલને, આજે એક થઈ જઈએ.
આજે હું તું બની જાવ,
અને તું હું બની જજે,
ને બંને ભળી એકમેકમાં આપણે બની જઈએ.
ચાલને, હવે આજે એક થઈ જ જઈએ..