વડોદરા શહેરની મધ્યમમાં આવેલુ નામે નવલખી મેદાન..રમતો માટે, ઘરેથી કંટાડેલાઓ માટે, સાથે સાથે થોડુક એકાન્તમાં બેસવા માટે પણ એક સુંદર ને રમણીય સ્થળ છે.
મેદાનની આજુબાજુ નાની મોટી વુક્ષોની ઝાડીઓ હોવાથી કોઇ અંદર સંતાઇને બેઠું હોય તો જલદી કોઇને ખબર ના પડે છતાંય લોકો મેદાનમાં સૈ કોઇ લટાર મારવા જતા હોયછે ક્રીકેટ રમનારા પણ હોયછે, વોકીંગ કરનારા પણ હોયછે, ને ઘણીક બેસનારા પણ હોયછે
પરંતુ...હમણાં દશ દિવસ ઉપર જે બનાવ અહીં નવલખી મેદાનમાં બનવા પામ્યો છે તેથી આ મેદાન મિડીયામાં બહું ચર્ચિત બની ગયું છે.
વાત જાણે એમ છે કે એક છોકરી ને એક છોકરો ઘડીક એકાન્તમાં બેસવા માટે આ મેદાનમાં ગયા હતા ત્યારબાદ થોડીક વાર પછી ત્યા બે નવજુવાન તેમની પાસે આવેછે ત્યારબાદ તેમની સાથે કોઇક કારણસર બોલાચાલી થાયછે જે જાણી જોઇને કરેલી હોયછે આથી ખોટી રીતે ગુસ્સે ભરાયેલા આ નવજુવાન પેલી છોકરી સાથે બેસેલ છોકરાને ધોલધપાટ કરવા લાગેછે આ જોઇને છોકરી પણ ડરવા લાગેછે પછી આ નવજુવાનો પેલી છોકરીને ઉઠાવીને નજીકની ઝાડીમાં લઇ જઇને ને સામુહિક બળાત્કાર કરેછે ત્યારબાદ આ બનાવ પછી આ બેન્ને બળાત્કારો ભાગી જતા હોયછે આ બાજુ છોકરી પોતાને ઘેર જઇને બનેલી સગડી આપવીતી તેના માબાપને કહેછે બસ આ સાંભળીને માબાપ નજીકના પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ નોંધાવે છે પછી અહિ બીજે દિવસે પોલીસ તપાસ તાત્કાલીક શરુ થાયછે આમ તો સામાન્ય પોલીસ તપાસમાં જે કોઇ ગુનેગાર હોય તે સામાન્ય રીતે ચાર પાંચ દિવસમાં પકડાઇ જતો હોયછે પરંતું એક અઠવાડિયા સુધી પોલીસ આ ગુનેગારો સુધી પહોંચતી નથી માટે આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેછે પછી જેઓ પણ અલગ અલગ પોતાની ટીમો બનાવીને ગુનેગારની શોધખોળ ચાલુ કરી દે છે સાથે વડોદરા પોલીસ પણ સાથ આપતી હોયછે આ પહેલા, પોલીસ તપાસમાં છોકરીના કહેવા પ્રમાણે પોલીસ ગુનેગારોનો સ્કેચ પણ (કાચો ફોટો) બનાવેછે જે મિડીયા ધ્વારા જાહેર કરવામાં આવેછે સાથે મોટા ઇનામની પણ જાહેરાત કરેછે છતાય ગુનેગારો પકડાતા નથી આથી આ આખો કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં જવાથી ગુનેગારો પકડાતા વાર ના લાગી ને તે બંને પોલીસના હાથે ઝડપાઈ જાયછે.
આ બંને પહેલા પણ ઘણા ખરા ગુનાઓમાં સંડોવાયેલા હતા તેવી માહિતી પોલીસને પાછળથી પ્રાપ્ત થઇ હતી..હાલ આ બંને પોલીસની પક્કડમાંછે.
આ બંને ગુનેગારો ગુના પહેલા ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા ને આવા ધંધાની સાથે સાથે પોતાના પણ આવા કામો પાર પાડતા હતા, હાલ તો આ બંને પોલીસ કસ્ટડીમાં છે હવે જોવાનું એ છે કે કાયદો આ લોકોને શું સજા કરેછે!
દરેક જનતાનો બસ એક જ નિર્ણય છે કે આ બંન્નેને ફાંસી મળવી જોઇએ..પણ કોર્ટ અંતે જે ચુકાદો આપે તે સર્વેએ માનવો જ પડશે.
(આથી જ એકાન્તમાં જવાનું ટાળો)