શ્રી આતુરતા થી યશ ની રાહ જોઈ રહી હતી...
તેની આંખો યશ ને આમ તેમ શોધી રહી હતી... પણ ત્યાં થોડી ભીડ હતી... તેનું મન એક જ સવાલ વારંવાર પૂછ્યા રાખતું હતું...
"યશ મને ઓળખી તો જશે ને...?"
અને પછી પોતે જ બોલતી " હા, ઓળખી જ જાય ને... પાગલ.."
લગ્ન ની મોસમ શરૂ થઈ ગઈ હતી... આજુ બાજુ કોઈક ના લગ્ન હશે... ક્યાર ના ત્યાં ગીતો વાગી રહ્યા હતા... બરાબર ત્યાં થી ગીત નો અવાજ આવ્યો....
જો વાદા કિયા વો નિભાના ના પડેગા...
રોકે જમાના ચાહે, રોકે ખુદાઈ તુમકો આના પડેગા...
હવે તો જાણે શ્રી ના સબ્ર નું બાણ ટુટી ગ્યું...
બરાબર યશ આવે છે... શ્રી તેને જોઈ ને તેને આલિંગન કરવા માગે છે પણ, પછી થોડી સરમાઈ જાય છે... એટલે મસ્ત સ્માઈલ આપી ને પોતાની ખુશી વ્યક્ત કરે છે...
હીમાશ્રી...
"રાધું"
#my_words ...