બહેના છે મારી...
હા, એ જ બહેના છે મારી, જે લાગે છે મને ખૂબ વ્હાલી.
જેને કરવા જોઈએ હંમેશા કારણ વગરની લડાઈ,
ને મને પજવવામાં જેને આવે આનંદની લાગણી,
હા, એ જ બહેના છે મારી, જે લાગે છે મને ખૂબ વ્હાલી .
જે સૌની પહેલી હરખાય છે ખુશીઓમાં મારી,
ને કોર બની રૂમાલની આસુ લૂછી જાય છે દુ:ખમાં મારી,
હા, એ જ બહેના છે મારી, જે લાગે છે મને ખૂબ વ્હાલી .
જેની મન હોય એક જ ઈચ્છા વીરા ના બેસ્ટ દેખાવાની,
ને જેના શમણાઓમાં હોય બસ વીરા ની ખુશીઓની કહાની,
હા, એ જ બહેના છે મારી, જે લાગે છે મને ખૂબ વ્હાલી .
જેણે રાખડી રૂપી તાતણે બાંધી, કરી હંમેશ જીવનરક્ષા ની માંગણી,
ને જેના મુખેથી સૌપ્રથમ નીકળે છે દુઆ મારા નામની,
હા, એ જ બહેના છે મારી, જે લાગે છે મને ખૂબ વ્હાલી.
સદા રૂણી રાખીશ મને તારા એ નિ:સ્વાર્થ પ્રેમના ભાવથી,
જેની કલ્પના માત્રથી છલકાઈ છે આ હદય વ્હાલથી,
હા, એ જ બહેના છે મારી, જે લાગે છે મને ખૂબ વ્હાલી.