એક પીળો પોપટ... એક પીળો પોપટ
છે આતો...એક રીક્ષા વાળો
એની રીક્ષા જાણે એની દુનિયા
મસ્ત મજાની સજાવે..ને લડાવે લાડ
જાણે હોય નવી વહુ..
કેટલાય હાર ને કેટલાય ફૂમતા
લટકે ચારેકોર...
સીટ તો એવી મુલાયમ જાણે
હોય મખમલ ની ગાદી
સીટ ની બે બાજુ હોય એવા ફોટા
જાણે બેઠા હોય આપણી લગોલગ
મને તો કેટલીય વાર ભાસ થયો છે
હાય હાય સલમાનખાન મારી બાજુ માં બેઠો છે
ઉપર થી પાછું સંગીત ને સ્પીકર એવા
વાગે કે થાયહાલ જ નાચવા લાગીએ
એમાંય પાછા ગીતો ની તો વાત જ નહિ
બધા ડુપ્લીકેટ સિંગર જાણે ગાય ઓરીજનલ
એવી એવી ગલીઓ કદાચ કોઇએ ના જોઈ હોય
એ જોઈ હોય રીક્ષાવાળાએ
જાણે ભગવાન ને જી.પી. એસ ફીટ હોય કર્યું
ગમે ત્યાં ગમે ત્યારે નદી ની જેમ દોડતી હોય
આ આરસીસી ના રોડ પર..બસ એક જટકો ને ચાલુ
ગમે તે કો પણ રીક્ષા ની સવારી બી.એમ.ડબલ્યુ.કરતાંય
લાગે મજાની ...જાણે પવન સાથે લાગી હરીફાઈ
મને તો રીક્ષા મારી નાની બહેન જેવી લાગે વહાલી
ગમે ત્યારે ગમે ત્યાં મળી જાય તો
દૂર થી જોતાય ખુશ થઈ જવાય
મને તો લાગે વાહલો
મારો પીળો પોપટ...મારો પીળો પોપટ..