ઉભાં હતા દરિયા કિનારે
અમે સાથે,
કયારે હાથ છુટી ગયો ખબર ન રહી,
ખભે માથું ટેકવી રાખ્યુ હતુ અમે,
એ કયારે ખસી ગયા ખબર ન પડી,
આંખે આવ્યુ આંસુ ને કયારે ખારા જળમાં સમાઈ ગયુ ,
એ દરિયો પણ પોતાનો લાગ્યો હતો ત્યારે,
લહેર સ્પર્શી ગઈ મને આવી જયારે મને પોતાની લાગી,
હુ લાગણીઓ મા તણાઈ હતી ખબર ન પડી.!!