રોજ રોજ નવા વિષય સાથે નવી પેપર સ્ટાઈલ લઈ ને આવે છે જીંદગી
એક પાઠ અડધો જ સમજાય તો નવા ની શરૂઆત કરી જાય છે
માંડ માંડ જવાબ શોધી રહ્યા હોય ત્યાં આખો સવાલ જ બદલાઈ જાય છે
શિક્ષક જેને સરળ ગણીએ એજ પ્રિન્સીપાલ બની સજા ફટકારી જાય છે
બાળપણની સ્કૂલ તો તોય મજાની હતી
મિત્રો કિટ્ટા બિટ્ટા થી માની જતા
આજે તો આ સમયની શાળામાં મિત્રો પણ શિક્ષણ નો ભાગ ભજવી જાય છે
માનીએ જેને આપણા એ જ આપણું કરી જાય છે
બિંદી પંચાલ "બિંદીયા"