Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા:૧૧
નમસ્તે બાળકો,
આવી ગયો ને મંગળવાર ...સવાર પડી ને બારી ખોલતા જ સરસ મજાના વરસાદના ફોરા
જોયા..કેવા પવનના સુસવાટા ને રીમઝીમ વરસાદના છાંટા...મજા આવેને બહુ વરસાદ પડે ત્યારે શાળા માં રજા પડે...
વાર્તા ન ૧૧...
એક વાર બકાજમાદાર પોતાના કામ માટે બહાર ગયા હતા.સુંદર મજાની ઋતુ હતી.કાળા વાદળ છવાયા હતા. ઝરમર ઝરમર વરસાદ પડતો હતો.તેમની મોટી છત્રી તેમની પાસે હતી. તેથી તેઓ તો બિંદાસ્ત ખોલી ને ચાલતા હતા. છત્રી સામાન્ય કરતા ઘણી મોટી હતી.આગળ પાછળ ચાલનાર ને તકલીફ આપતી હતી.
બધાની નજર એમની તરફ કરડાકી થી મંડાતી. વરસાદ ઘીરે ઘીરે વધતો હતો. બકાજમાદાર મજેથી ચાલતા હતા. હવે તેમને વિચાર આવ્યો છત્રી વિશે કેટકેટલું લખી શકાય ને તેઓ તો ઉપડ્યા ને રસ્તાની એક બાજુ પર ઊભા રહી ગયા.કરવા માંડ્યા અવલોકન.અવલોકન એક કળા છે,એ કર્યા પછી ઘણું જાણવાને શીખવા મળે..
એક જણ પાસે એમના જેવી દાદાના ડંગોરાના હાથા જેવી છત્રી હતી, તો બીજા પાસે એવી પણ નીચે ધારદાર છત્રી હતી.અરે આને બગલ માં લઈએ તો પાછળ ચાલનાર ને વાગે,ખભે લટકાવે તો એમના પગને વાગે, ને ખૂલ્લી કરી ચાલે તો આજુબાજુ વાળા પર અસર થાય તો એને કરવું શુ? ઘીરે રહી એમની નજર પોતાની છત્રી પર ગઈ અરે તેમની પણ એવી છે...તેઓ હવે શરમાયા.એટલી વાર માં નાની પણ પુરુષોની
છત્રી જોઈ અરે આ સારી પણ ભીના જરૂર થવાઈ,લેડીઝ છત્રી જોઈ તેઓ મરક્યા માથું જ ઢંકાઈ પછી...આખા જ ભીંજાઈ જવાય...
છત્રી છત્રી...
મહારાજાના માથા પર રાખી છત્રી ઉચકી ચાલતા ચિત્રો જોયા છે એ કેવા ચાકરો છત્રી લઈ રાજાની સેવા કરતા..ચમ્મર કહેતા.આમ છત્રી ના અવલોકન મા એમની નજર ફૂટપાથ પર ગઈ. એક ગરીબ કુટુંબ બેઠું હતું .જેની પાસે અંગ ઢાંકવા પૂરતા કપડાં નહોતા ત્યાં છત્રી ક્યાંથી હોય? તેઓ ને દુખ થયું ! બકાજોરદાર થોડા ધણાં વિચારશીલ વ્યક્તિ તેઓ ઘરે પહોંચ્યા પણ મનમાંથી પેલું કુટુંબ ખસે નહિ બકરીબેન ને વાત કરી તેમણે ઉપાય કાઢ્યો કે ઘરમાં જૂના કપડાં ને છત્રીઓ વધારાની હોય તે ભેગી કરી આવા નિરાધાર લોકોને આપી આવો.
બાળકો તમે જાણો છો આપણે ત્યા આ કામ લાગશે પેલું કામ લાગશે માં એટલુ બધુ આપણે સંગ્રહી રાખીએ છીએ કે બીજા અનેકને કામ લાગી શકે. બકાજમાદાર ત્યાથી પણ આવું ઘણું નિકળ્યું .એમને જોઈ એમની શેરી માંથી પણ અનેક લોકોએ પણ આ કાર્યને અપનાવ્યું . બીજા દિવસે ફૂટપાથ પરના બાળકોના અંગ પર કપડાં હતા.મોટી છત્રી થી એમણે સરસ છત્ર બનાવ્યું હતું . ખરેખર બકાજમાદારને આ કાર્ય થી ખૂબ સંતોષ થયો.
બોલો બાળકો છત્રી ઉપયોગી થાય તેવી
વાપરશોને જેથી બીજાને નડે નહિ ને બધા ચાલી શકે.ફેશનની નહિ.વધારાની ચીજો સંગ્રહ કરવો એના કરતા જરૂરીયાતમંદ ને પહોંચાડશો તો બીજાની જરૂરત પૂરી થશેને
કંઈક સારૂ કામ કર્યાનો આત્મસંતોષ મળશે.
કરશો ને..? હુ તમારી મિત્ર આશા રાખું છુ જરૂર
મદદરૂપ થશો જ ને કંઈક આવું અવલોકન કરતા રહેશો તો નવું નવું કરવાની ઈચ્છા વધશે..
ચાલો ફરી આવતા મંગળવારે મળીશું પાછા.
તમારી મિત્ર શ્રી.
જયશ્રી.પટેલ
૨૬/૬/૧૮

Gujarati Story by Jayshree Patel : 111291543
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now