"ગીતા"પથ્થર ને દેવ ગણી પૂજતો માણસ,
માણસને ન કદી ગણતો માણસ,
પથ્થર દિલ થઈ બેઠો માણસ.
જુએ બધું ટગર ટગર ,
એક રૂવાડુ ન ફરકે મગર ,
આઙખની સામે થાય અકસ્માત ,
કે લૂંટાય કોઇ ની અસ્કયામત ,
પથ્થર દિલ થઈ બેઠો માણસ.
સ્વાર્થ માં અંધ બની ફરતો માણસ,
સ્વાર્થ માટે જ કંઈક કરતો માણસ,
ઈચ્છા ઓની માયા માં રાચતો માણસ,
પૈસાની પાછળ પાગલ માણસ,
પથ્થર દિલ થઈ બેઠો માણસ.
જીવન આયખું વિતાવતો માણસ,
જીવન નો મર્મ ન જાણતો માણસ,
મૃગજળ પાછળ દોડતો માણસ,
ખાલી હાથ પાછો ફરતો માણસ,
પથ્થર દિલ થઈ બેઠો માણસ.