આયન ભાગ:3
*********
(આયન આમીન ને ત્યાં જાય છે. એની બહુજ ઈચ્છા છે કે આમીન તેની સાથે બાલાજી તિરૂપતિ આવે...પણ...)
હવે આગળ વાંચો......
ફ્રેશ થઈ ને આયન અને આમીન ડાઈનિંગ ટેબલ પર ગોઠવાય છે. આમીનના અબ્બુજાન આવે છે . 55વર્ષના માથા પર ધોળા વાળ...થોડા બટકા....પણ ઘટીલો વાન , ચહેરા પર સખતાઈ પણ દિલના કોમળ....એવા આમીનનાં અબ્બુજાન મહમદઅલીખાં, આવીને તેમની સ્પેશિયલ સિંગલ ખુરશીમાં ગોઠવાય છે. બેતાલાના ચશ્માંને નાકની દાંડી પર ટેકવીને ધારદાર નજરથી આયનને જુએ છે...ને પછી જમવા માટે થોડા ઝૂકીને , પાછા સહેજ ટટ્ટાર થઈ સહેજ ખોંખારો ખાઈને જમવાનું ચાલુ કરે છે.
ત્યાં જ આમીન બોલે છે...! "અબ્બુજાન.આ આયન મારો મિત્ર છે.....! અમદાવાદથી આવ્યો છે. એને વિદેશ જવા માટે ની ફાઈલ મુકી છે. એટલે ડોક્યુમેન્ટ લેવા આવ્યો છે.
આમીનના અબ્બુજાને જમતાં જમતાં આયન સામે જોયું....! અને , "હમમમમ" , એવો હોંકારો ભર્યો...! ને
પછી નીચું જોઈને જમવા લાગ્યાં.
આમીન ખાતાં ખાતાં ફરી બોલ્યો, "અબ્બુજાન તમને નવાઈ લાગતી હતીને , કે આ તમારો લોફર છોકરો આટલા ટ્રાયલ પછી પણ કેવી રીતે પાસ થયો ? અને તે પણ આટલા સારા ટકાએ...! અબ્બુજાન એ બધો શ્રેય આ મારા જીગરજાન દોસ્ત આયનને જાય છે.
અબ્બુજાન હું ત્રણ વર્ષથી સતત નાપાસ થતો આવ્યો હતો. અમે કોલેજના જુનિયર સ્ટુડન્ટો ને હેરાન કરતાં, ધમકાવતાં, અને અમારું કહ્યું કરવા મજબૂર કરતાં . અને એમાંથી નિજી આનંદ મેળવતાં. જુનિયર સ્ટુડન્ટો અમારા થી બહુ ડરતાં.એ જોઈને અમે ખુશ થતાં....!
અબ્બુજાન ચુપચાપ બધું સાંભળતા હતાં. જમવાનું પતી ગયા પછી દિવાનખાન માં આવી હિંચકા પર બેઠા.
અને પાનપેટી માંથી સોપારી ને સુડી વડે કાપવા લાગ્યાં.
અને પાન બનાવી મોઢામાં મુકી ચાવવા લાગ્યાં.
આયન અને આમીન પણ હાથ ધોઈ ને દિવાનખંડમાં
આવી બેઠાં....!
અને આમીને ફરીથી વાતને આગળ વધારતાં બોલ્યો, "અબ્બુજાન, એ વખતે મેં આયન ને પણ બહુ હેરાન કર્યો હતો.પહેલાં દિવસે મેં તેને એકદમ બિન્દાસ ને
નફિકરો જોયો. એટલે મને બહુજ ગુસ્સો આવ્યો...!અને હેરાન કરવાનું મેં ચાલુ કર્યુઁ
એ જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ જતો ને તેને હેરાન કરતો. પણ અબ્બુજાન એ ખુબ જ સ્વસ્થ રહેતો....એને ફેઈસ પર જરાપણ હેરાનગતિ ની નિશાની ના દેખાતી.....! એટલે એને જોઉંને મને ખુબ ગુસ્સો આવતો.....ને...પછી....!
એને મારી નોટસ પાંચ પાંચ વાર લખવા આપતો....!ને...એની સામેજ હું નોટ ફાડી નાંખતો...છતાં એ મને
નોટસ લખી દેતો.. હું ખુબ અકળાતો.. આને કેમ કંઈ અસર નથી થતી". આમ ને આમ ફસ્ટ ઈયર પુરૂ થવા આવ્યું....! ને..એન્યુઅલ એકઝામ પણ નજીક આવતી ગઈ.
"હું જ્યારે જઉં ત્યારે વાંચતો જ હોય.. અને અબ્બુજાન હું એને ના વાંચે એટલે હેરાન કરવા લાયબ્રેરી માં જઈને બેસતો...પણ....! પછી, આયન સામે જોઈને બોલ્યો... ! "આને કોઈ જ અસર નહીં"...!
પછી ધીમે ધીમે હું એનું અનુકરણ કરવા લાગ્યો.....ને ક્યારે મારામાં બદલાવ આવવા લાગ્યો એ મને જ ખબર ના પડી....! અને હું એનું જોઈ ને વાંચવા લાગ્યો. મને ભણવામાં રસ પડવા લાગ્યો. ક્યારેક ના આવડે તો એને પુછતો..! અને એ મને સરસ રીતે સમજાવતો . મને તરત જ આવડી જતું .આયન મને ખુબ મદદ કરતો ને મને વાંચતાં જોઈ એ ખુબ ખુશ થતો.
અને....! એકઝામ આવી ને પુરી થઈ ગઈ... ને...! હું પાસ થઈ ગયો ને.... મારું ફસ્ટઈયર પુરૂં થયું.
ને મારો ભણવાનો ઉત્સાહ વધતો ગયો...સાથે સાથે અમારી દોસ્તી પણ વધતી ગઈ. અમે લાંબો સમય સુધી ઘણા વિષયો પર ચર્ચા કરતાં. ના સમજણ પડે તો સર ને જઈને પણ પુછતાં".
અને ઉતરોતર મારા રિઝલ્ટ માં પણ સુધારો થતો ગયો.ને ટકાવારી પણ વધતી ગઈ.
આમીન થોડો અટકી ને...ઉંડો શ્ર્વાસ લેતાં ફરી બોલ્યો, "અબ્બુજાન આયનના લીધે જ હું આ ત્રણે વર્ષની પરીક્ષામાં સારા ટકાએ પાસ થયો છું, આજે જે મારી તેજસ્વી લાઈફ છે તે મારા આ મિત્રને આભારી છે".
સાંભળી ને અબ્બુજાન ખુશ થઈ ગયાં... ઉભા થઈ ને આયન ને ગળે લગાવ્યો .આંખોમાં ખુશીના ઝળહળીયા આવી ગયાં. અને ગદગદીત સ્વરે બોલ્યાં,બેટા...! તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.આ મારા નાલાયક છોકરાને સુધારવા માટે....!
અને...અબ્બુજાન આંખ ના ખુણા લુછતાં એમનાં બેડરૂમમાં જતાં હતાં ત્યારે અયાને કહ્યું... "અંકલ હું કાલે તિરુપતિ બાલાજી દર્શન કરવા જાઉં છું. તો આમીન ને મારી સાથે મોકલશો"... ! અંકલ..એ મંદિર માં નહીં આવે..! તમારો ધર્મ ભ્રષ્ટ નહીં થવા દઉં...! શું હું આમીનને લઈ જઈ શકું છું"?
બેટા..તેણે તને ઘણું કષ્ટ આપ્યું છતાં તેં સહન કરીને મારા આ આવારા પુત્રની જીંદગી સુધારી છે, એના થી મોટો ધર્મ કયો...? એ જ ખરો ધર્મ છે....હિંદુ શું કે મુસ્લિમ શું... એના પહેલાં ભાઈ ભાઈ ની ભાવના જ ખરો ધર્મ છે".
અને હલકું મુસ્કુરાતા.. અયાનના ખભે હાથ મુકીને બોલ્યાં... "કંઈ પુછવાનું થોડું હોય ! તું લઈ જા એને....! અને.... લે...આ રૂપિયા" એમ કહી, આમીન ના હાથમાં 501 રૂપિયા આપ્યાં અને બોલ્યાં, " લે બેટા મંદિર માં જઈ આ પૈસા નો પ્રસાદ ધરાવજે"......!!!
(સંપૂર્ણ)
12/11/2019
-Bindu✍️.....
**********