ભાગ: 2... મિત્રતા
*********
(ગયા અંકમાં જોયું આયન મેંગલોર ભણવા આવે છે.
કોલેજ માં પહેલા દિવસે પેરન્ટ્સ મિટિંગ હોય છે. અને આયનને સિનિયર સ્ટુડન્ટ દ્વારા ધમકી આપવામાં આવેછે. આયનને તેની મમ્મી અમદાવાદમાં રહીને ભણવાનું સુચન આપે છે, છતાં આયન ગ્રેજ્યુએશન પુરૂં કરીને જ અમદાવાદ પાછો આવીશ એવો મક્કમ નિર્ણય કરે છે. ) હવે આગળ....વાંચો......
પી.જી તરીકે રહેતોને, કોલેજ માં બી ફાર્મ કરતો આયન નિયમિત અભ્યાસ કરવા લાગ્યો. સીધીસાદુ જીવન જીવતો હતો. સમજતો હતો કે મારા માતાપિતા એ ખુબ મહેનત કરીને દેવું કરીને મને ભણવા મોકલ્યો છે.અને મારા ભવિષ્યને ઉજળું બનાવવા મને અહીં મોકલ્યો છે, તો હું એમને નિરાશ નહીં કરું.
આયન નિયમિત મમ્મી પપ્પાને ફોન કરતો અને એમનાં ખબર અંતર પુછતો.પણ ક્યારેય પોતાની મુશ્કેલી તેમને જણાવતો નહીં.
કોલેજમાં નિયમિત જવાનું અને નિયમિત પિરિયડ ભરવાનો, અને પિરિયડ ના હોય ત્યારે લાયબ્રેરીમાં જઈને નિયમિત વાંચવાનું.
પણ....પહેલા દિવસથી જ કોલેજના સિનિયર સ્ટુડન્ટોએ તેને દાઢમાં રાખ્યો હતો. એટલે દરરોજ તેના પર રેગિંગ થતું. ફેરવેલ પાર્ટીમાં તો બધા જૂનિઅરો સ્ટુડન્ટોની ખરાબ હાલત કરી નાંખી હતી. બધા માનસિક રીતે ત્રાસી ગયા હતાં છતાં, ભણવા માટે થઈને બધા ચુપચાપ સહન કરતા હતાં.બધું સહન કરીને આયને પણ ચાર વર્ષ પુરા કર્યા. સારા માર્કસે પાસ થયોને અમદાવાદ પાછો આવ્યો.
B. pharm થયા પછી આયને વિદેશમાં આગળ ભણવાનું નક્કી કર્યું , ને મમ્મી પપ્પાની રજા લઈ વિદેશ જવા માટેની ફાઈલ એજન્ટ દ્વારા મુકી.
એજન્ટે બધા ડોકયુમેન્ટ કલેક્ટ કરવાનું કહ્યું , અને તેના માટે આયનને મેંગલોર જવાનું થયું. તેણે વિચાર્યું આટલે જવું છું તો સાથે તિરુપતિ બાલાજી પણ દર્શન કરતો આવું. તેને બાલાજીના ભગવાનમાં ખુબ શ્રદ્ધા હતી. ત્યાં ભણતો હતો ત્યારે પણ પરીક્ષા આપ્યાં બાદ અચૂક પોતાનું માથું ટેકવા જતો.
બીજા દિવસે ડોકયુમેન્ટ લેવા આયન મેંગલોર રવાના થયો . એ પહેલાં તેના એક મિત્ર આમીનને તેણે જણાવ્યું ,
"યાર.. હું મેંગલોર આવું છું મારે કોલેજ માંથી ડોકયુમેન્ટ લેવાના છે. તું તૈયાર રહેજે આપણે સાથે કોલેજ જઈશું". મિત્ર એ હા પાડી, "ઓકે....વેલકમ ટુ મેંગલોર... હું રાહ જોવું છું તારી".
મેંગલોર પહોંચતા જ તેનો મિત્ર આમિન તેને લેવા સ્ટેશને આવ્યો. બંને જણા કોલેજમાં ગયા . પ્રોફેસરોમાં સારી ઈમ્પ્રેશન હોવાથી તેના બધાજ કામ ફટાફટ પતી ગયાં.
આયનને બીજા દિવસે તિરૂપતિ બાલાજી જવું હતું , એટલે રાત્રી રોકાણની જરૂર હતી . એટલે તેણે તેના મિત્રને કહ્યું : " ચલ..હવે હું નીકળું ? કાલે બાલાજી મંદિર દર્શન કરવા છે, પછી ત્યાંથી બારોબાર અમદાવાદ પાછો જઈશ. હોટલમાં જઈ આરામ કરૂં .
ત્યારે તેના મિત્ર એ કીધું: "જો આયન તારે કોઈ હોટલ બોટલમાં નથી જવાનું. તારે મારી ઘેર જ રહેવાનું છે , મારા અમ્મીજાને તારી રહેવાની બધી જ તૈયારી કરી છે આપણે સાથે જમીશું.....ખુબ બધી વાતો કરીશું.....!
પછી થોડો ખચકાતા ખચકાતા બોલ્યો: " દોસ્ત હું મુસ્લિમ છું, મારા ઘરનું જમવાનું તને ફાવશે?... નહીં તો હું બહાર થી મંગાવી લઉં......
હસતાં હસતાં આયને ધબ્બો મારતાં કહ્યું : " યાર તારા અમ્મીજાનના હાથનું જમવાનું ફરી મને ક્યારે મળશે. મારે તારા અમ્મીજાનના હાથની રસોઈ ખાવી છે. ને હસવા લાગ્યો... હસતાં હસતાં તેને એક વિચાર આવ્યો,
આયન હસતાં હસતાં અટકી ગયો, અને કહેવા લાગ્યો, "ઓઓઓયેએએ....આમીન ચલને તું મારી સાથે બાલાજી મંદિર, હું એકલો છું... તો એક થી બે ભલા".
આમીન ની પણ ઈચ્છા થઈ ગઈ કે અયાન સાથે જાઉં...
એણે પહેલાં તૈયારી બતાવી... પણ પછી નિરાશ થઈને કહે, " ના યાર...મારા અબ્બુજાન મને નહીં આવવા દે..
અમે હિંદુ મંદિરમાં ના જઈ શકીએ....ને....એટલે".
આયન પણ વિચાર માં પડી ગયો.. અને બોલ્યો ; "ઓકે ઠીક છે." વાતો કરતાં કરતાં બંને ઘરે પહોંચ્યા.
આમીનની મમ્મી બંનેની રાહ જ જોતી હતી. બંને જણ ફ્રેશ થયાં અને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા.
હવે...પછી નું આવતા અંકે.....
ક્રમશઃ
****
11/11/2019
-Bindu✍️....
*******